________________
૧૬૨
સિદ્ધચક્ર માહાસ્ય સઘળા સાધુઓને એક સપાટીએ આરાધવા ગ્ય કહ્યા છે. આમ સિદ્ધપણું એ સઘળા પદથી શ્રેષ્ઠ છે. એ સિદ્ધપદના પ્રકાશક અરિહંત દેવ. તેમના માર્ગના પ્રકાશક આચાર્ય અને ઉપાધ્યાય છે અને સાધુ તે સર્વદા બીજરૂપ છે. ત્યારે હવે સાધુપણું શી રીતે પ્રાપ્ત થાય એમ છે તે જોઈએ. ગુપ્તિની પ્રાપ્તિ કયારે થાય તે વિચારે. મુક્ત અને નિર્લોભત્વની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે ગુપ્તિની પ્રાપ્તિ કહી છે. સાધુત્વને માટે એ ગુપ્તિ આવશ્યક છે. આવા સાધુને પાંચમા પદે આરાધવા ગ્ય ગણેલા છે. પાંચ ગુણવાળા પુરુષને પાંચપદે આરાધીએ છીએ પણ તેમને આરાધ્ય શા માટે ગણ્યા છે વારૂ? તેમનામાં રહેલા ધમતત્વને લીધે જ ! ત્યારે હવે એ ધર્મતત્વ એટલે શું છે તેને વિચાર કરી જરૂરી છે!