________________
સિદ્ધચક્ર માહાસ્ય
યુક્ત છે તે અરિહંત છે. એક પણ અરિહંત એ નથી કે જે ૧૧ ગુણવાળા હોય ! તેજ પ્રમાણે સિદ્ધ કહ્યા એટલે બધાજ સિદ્ધો સમાન ! દરેક સિદ્ધો આઠ કર્મથી રહિત છે. જે આઠ કર્મથી રહિત છે તેજ સિદ્ધ છે. કેઈ એકાદ કર્મથી રહિત હોય તે તેને સિદ્ધપુરમાં ઘુસી જવાને અધિકાર નથી. આચાર્ય કહ્યા એટલે પંચાચારથી યુક્ત અને પંચાચાર પ્રવર્તાવનાર, તેમાં એક પણ આચાર અપવાદ તરીકે ચલાવી લેવાનો નથી. શાસનને દોરનાર, શાસનને ધણી તે આચાર્ય. ઉપાધ્યાય એટલે શાસ્ત્રો ભણાવનાર. શાસ્ત્રમાં અને સજઝાયમાં તલ્લીન ! આ ચારે પદે એવા છે કે તેમાં ગુણભેદ ન ચાલે ! પણ સાધુઓમાં ભેદ હોઈ શકે છે. પ્રમાદી સાધુ, અપ્રમાદી સાધુ, પ્રતિમાકપીલાધુ, અપ્રતિમા કલ્પી સાધુ, ૧૪ પૂવ કે આઠ પ્રવચન માતા માત્રના શાનવાળે એ સઘળા એક કક્ષાએ છે અને બધા સરખા ગણવામાં આવ્યા છે. જિનકલ્પી, સ્થીરકલ્પી, પ્રતિમાકપી, પ્રમાદી, અપ્રમાદી બધા સાધુ સમાન છે. સાધુતાનું મુખ્ય લક્ષણ એટલું જ કે અંતઃકરણપૂર્વક અને આચારવિચારપૂર્વક મન, વાણી અને કર્મથી હિંસા, જુઠ, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહને ત્યાગ અને વ્યવહારથી “કંચન અને કામિનીને ત્યાગ” હજ જોઈએ. જેમનામાં એ ત્યાગ છે તે સઘળા સાધુ છે અને તે સઘળાને સાધુના સરખા પદે આરાધવા એ શાસનની આજ્ઞા છે. હવે કઈ એવી શંકા કરશે કે ચોથા આરાના સાધુઓ તે આજના સાધુઓ કરતાં પહેલા જન્મેલા હતા અથત ભગવાન તીર્થકર આદિ થઈ ગયા હતા અને તે પછી સાધુઓ થયા હતા, ત્યારે એ ચોથા આરાના સાધુઓ