________________
સાધુપદ
૧૬૧
આજના સાધુ કે એરવતના છેલા વિભાગના સાધુ છે તેમને નમસ્કાર કેવી રીતે કરી શકે? પહેલા તીર્થ કરભગવાનના ગણધરે “નમો જો સંવ સી ” એ શી રીતે બોલી શકે, કે જે કાળે આજના સાધુઓની તે ઉત્પત્તિને પણ અવકાશ ન હતે? અહીં શાસનને સંબંધ દર્શાવવા અને શાસ્ત્ર એક અને અવિભક્ત છે એવું બતાવવા આ શબ્દ વાપરવામાં આવ્યા છે. એક બાળક માંદું હોય અશક્ત હોય, રેગી હોય, છતાં તે બાળકના જ્ઞાતિલાએ તે એમજ કહેશે કે અમારી જ્ઞાતિને બાળક છે. આ વચને શા માટે ઉચ્ચારવામાં આવે છે ? એટલાજ પુરતા કે એથી દુનિયાદારીને સંબંધ દર્શાવાય છે. એજ રીત અહીં પણ માની લેવાની છે. શાસનના સંબંધને આગળ કરી અહીં બધા સાધુઓને નમસ્કાર કરવાનું વિધાન છે. સાધુપણું એટલે શું છે તેને વિચાર કરે. જે મન વચન અને કાયાનું ગોપન કરે છે, દુનિયાદારીના સાવદ્ય વિચારેને ત્યાગ કરે છે, સ્વપનામાં પણ જેને એવા વિચારે ઉદ્દભવતા નથી. વિચારે ઉદ્ભવે તે પણ તે એવાજ અને સ્વપ્ના આવે તે પણ તે એવાજ કે વિહાર કર્યો, ગોચરી લા, ભયે ! સ્ત્રી પુત્રાદિકને વિચાર પણ ન આવે, મન તે તરફથી ખસી જ જાય અને સાધુતા એજ ઉન્નતિને પાયો છે એવી જ્યાં માન્યતા હોય તે સાધુ છે. બીજા ભેદે ભલે હોય, પણ આટલા ગુણે તે સાધુઓમાં જરૂર જ હોવા જોઈએ. જે સાધુઓમાં આટલા ગુણ હોય છે તે
૧૧