________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
૧૩૮
કહ્યુ છે તે ઉપરથી મનની વૃત્તિએ અમુક અંશે જાણી શકાય છે એમ સ્પષ્ટ થાય છે; અર્થાત્ ચિત્તની વૃત્તિએ સર્વથાજ જાણી શકાતી નથી એવું નથી. “ આ માપરે !” એ શાથી ખેલાય છે ?
બીજાના મનની વૃત્તિએ પારખી શકાય છે એ તે ખરૂ, પરંતુ એ સંબંધમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ ઇત્યાદિ વિષયાનું પ્રત્યક્ષ પ દ્વારા જેવું જ્ઞાન થાય છે તેવું જ્ઞાન ખીજાની ચિત્તવૃત્તિનુ‘ થવા પામતું નથી. સ્પર્શી વગેરે દ્વારા વસ્તુતુ' જેવું સ્પષ્ટ જ્ઞાન થાય છે, તેવું બીજાની ચિત્તવૃત્તિનું થઈ શકતું નથી; પરંતુ જેમ ધુમાડા હાય . તે ત્યાં અગ્નિ હોવા જોઇએ એવી અનુમાનથી માહિતી મળે છે તેજ પ્રમાણે બીજાની ચિત્તવૃત્તિનું જ્ઞાન પણ અનુ માનથી મેળવવાનુ` છે. એજ પ્રમાણે અનુમાનથી શ્રીપાળમહારાજાની આરાધના નવપદને વિષે કેવા ગુણેાથી યુક્ત હતી અર્થાત્ શ્રીપાળમહારાજા નવપદની આરાધના કરતા હતા તેમાં નવપદ પરત્વે તેમને કેવા ભાવ હતા તે જાણી શકાય છે. આપણે શ્રીપાળમહારાજાની ચિત્તવૃત્તિ પારખવી છે. આજે શ્રીપાળમહારાજા પણુ આપણી પાસે પ્રત્યક્ષ નથી તે પછી તેમના ચિત્તની વૃત્તિ તે આપણી પાસે પ્રત્યક્ષ હાઇજ કેવી રીતે શકે ? પરંતુ તેની હરકત નથી. શ્રીપાળમહારાજાને આપણે કઇ રીતે જાણ્યા છે તે વિચારે. આપણે શ્રીપાળમહારાજાને શાસ્ત્રદ્વારાએ જાણ્યા છે, તે એજ શાસ્ત્રદ્વારાએ શ્રીપાળમહારાજાનુ` વત્તન તપાસવું રહ્યું. તેમનું એ વત્તન એ બતાવી આપશે કે નવપદઆરાધનને વિષે