________________
૧૫૬
સિદ્ધચક્ર માહાસ્ય
વલિંગસિદ્ધ એટલે સાધુ થઈનેજ સિદ્ધતા મેળવાય છે એ વસ્તુને ગૌણ કરીને તેઓ ગૃહસ્થ પણે પણ સિદ્ધતા પ્રાપ્ત કરી શકાય છે એવું પ્રતિપાદન કરી સાધુધર્મને ઉડાવી દેવા કે સાધારણ ગણાવવા માંગે છે. શાસ્ત્રકારોએ “અન્યલિંગગૃહલિંગ-અને સ્વલિંગ અર્થાત્ સાધુપદ એવાં ભાગો પાડ્યા છે એ ઉપરથી માલમ પડે છે કે સિદ્ધપણાની અને અરિહતપણાની જડતેનું બીજ તે સાધુપણું છે. અન્યલિંગસિદ્ધમાં પણ ઈચ્છાથી સાધુપણું તે છેજ.
હવે અન્યલિંગવાળા કેવી રીતે સિદ્ધપદે ગયા છે એ વિચાર. એ રીતે પણ સિદ્ધત્વ પ્રાપ્ત કરનારાઓ સાધુપણું ગ્રહણ કરૂં એ ભાવનાથીજ મેક્ષે ગયા છે. એ ભાવના વગર કઈ મોક્ષે જતા નથી, જેઓ સાધુપણું લીધા વિના ક્ષે ગયા છે, તેમની હાર્દિકે ધારણું તે એજ હતી કે કયારે એવી શુભ પળો આવે કે આપણે સાધુધર્મને અંગીકાર કરીએ. સાધુપણું સ્વયં તે ઉત્તમ ચીજ છે પરંતુ સાધુપણાને વિચાર પણ એટલો ઉત્તમ છે કે તે અન્યલિંગ છતાં પણ આત્માને ભવમુક્ત કરી નિર્વાણ તરફ દેરી જાય છે અને સિદ્ધપદ અપાવે છે. સ્વલિંગમાં સાક્ષાત્ સાધુપણું રહેલું છે ત્યારે અન્યલિંગમાં સાધુપણાને વિચાર છે. આ બધા ઉપરથી માલમ પડે છે કે સાધુપણું એ બીજ છે અને અરિહંતપણું સિદ્ધપણું એ તેનું પરિણામ છે. અર્થાત્ સિદ્ધ, અરિહંત, આચાર્ય અને ઉપાધ્યાય એ બધાની જડ-બધાનું બીજ સાધુપણામાં રહેલું છે. હવે કદાચિત કઈ એવો પણ પ્રશ્ન કરશે કે સાધુપણું એ ચાર પદ (સિદ્ધ, અરિહંત, આચાર્ય