________________
૧૫૪
સિદ્ધચક્ર માહાભ્ય સેવન ન લે અને સેગનને વફાદાર ન રહ્યા તે ખેલ ખલાસ. તેજ પ્રમાણે અહીં ચતુર્વિધ સંઘમાં દાખલ થયા પછી પણ અહીં સંઘને એટલે શાસને ઠરાવેલી મર્યાદાઓને વફાદાર રહેવાનું છે. જે સંઘમાં દાખલ થયા પછી સંઘ અંધારણને, સાધુસંસ્થાને જ તેડવાને યત્ન કરે તે તેને સંઘમાં સ્થાન નથી ! લિંગભેદનો શાસ્ત્રીય અર્થ વિચારે. - મુનિમ શેઠનું કામ કરવાને હકદાર છે; પરંતુ તે શેઠને નામેજ કામ કરવાને હકદાર છે, શેઠને ખસેડીને પિતાને નામે સેદે કરવાને તેને હક નથી ! જે પ્રમાણે શેઠ વડે મુનિમ છે તેજ પ્રમાણે જૈનશાસનમાં સાધુસાડવીઓ વડે શ્રાવકશ્રાવિકાઓ છે અને એવાજ શ્રાવકશ્રાવિકાઓને તીર્થ સંઘમાં સ્થાન છે. તીર્થંકર મહારાજા અરિહંતપદને, બીજા સિદ્ધોને અથવા બીજા કોઈ તત્વને નમસ્કાર કરતા નથી; પરંતુ તેઓ પણ તીર્થને વંદન કરે છે. આનું કારણ એટલું જ છે કે એ તીર્થને પ્રતાપે પિતે પરમપદને પામી શક્યા છે. સાધુ થયા સિવાય, ત્યાગરૂપ ચારિત્રને અમને લમાં મૂક્યા સિવાય કોઈ પણ મહાપદની પ્રાપ્તિ આ જગતમાં છેજ નહિ. સાધુપદથી જ ઉત્તરોત્તર અનુક્રમે ચઢતાં ચઢતાં તીર્થકરની મહાપદવી મળે છે એને ખ્યાલ રાખજે ! જેણે સાધુપદનથી લીધું કે નથી લેવા લાયક માન્યું તે નથી તીર્થ. કર કે અરિહંત થવાને યા નથી સિદ્ધ થવાને; એ શાસ્ત્રને નિર્ધાર છે. ત્યારે કોઈ એવી શંકા કરશે કે એમ માનવાથી તે સિદ્ધો માત્ર સ્વલિંગેજ માનવા જોઈએ; પરંતુ તેમ ન