________________
સાધુપદ
- ૧૫૫
કરતાં અન્યલિંગ અને ગૃહલિંગ દ્વારા પણ સિદ્ધો માન્યા છે એટલે એ ઉપરથી માલમ પડે છે કે સાધુપદ ન મેળવે તે પણ સિદ્ધ થઈ શકાય છે ! શાસ્ત્રના પૂર્વાપર સંબંધ સાથે તપાસશે, તે આ શંકાનું પણ તમારી મેળેજ નિરાકરણ કરી શકશે. શાસ્ત્રોમાં “સ્વલિગે સિદ્ધ” અને “અન્યલિંગે સિદ્ધ એવા શબ્દ વાપરેલા છે એ ઉપરથી માલુમ પડે છે કે સ્વહિંગેસિદ્ધ એજ સિદ્ધપુરીને ધોરીમાર્ગ છે. જે સાધુપદ પામીને સિદ્ધ થયા છે તે સ્વલિગેસિદ્ધ છે. અન્યલિંગસિદ્ધના ભેદમાં “અન્ય” શબ્દ વાપર્યો છે અને એ માગને સ્વલિંગે સિદ્ધ થએલાથી જુદો પાડયે તે ઉપરથીજ માલમ પડે છે કે અન્યલિંગ માર્ગ એ મોક્ષપુ. રીને ધેરીમાર્ગ નથી. ધેરીમાર્ગ–રાજમાર્ગ તે સાધુ થઈને પછીજ સિદ્ધપણું માનવામાં રહેલું છે. હવે અન્ય. લિંગે સિદ્ધ થએલા એવા કેટલા છે તે શોધી કાઢે અને સ્વલિંગે સિદ્ધ થએલા કેટલા છે તે શોધી કાઢે. સ્વલિગે સિદ્ધ થયા હોય એ હજારે, લાખો, અસંખ્ય છે, પણ અન્યલિંગે સિદ્ધ થયા હોય તેવા તે અત્યંત અલ્પ માત્ર . નામનાજ છે !! અવસર્પિણીમાં ઉદાહરણ પણ મુશ્કેલીથી મળે તેમ છે. આટલું છતાં જેઓ સ્વલિંગની મહત્તા ઘટાડવાને વલિંગસિદ્ધપણાના ધેરીમાર્ગની સ્થિતિ ધ્યાનમાં લેવાની ના પાડે છે અને અન્યલિંગથી સિદ્ધત્વ પામેલાનેજ સાધુતાની મહત્તા ઘટાડવા ધ્યાનમાં લે છે, અને તેમ બેલી દે છે, તેમના એ વચનમાં રહેલે વિચાર-બુરો હેતુ સિદ્ધ થાય છે ! તેમને આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે તેઓ