________________
સાધુપદ
૧૩૯
તેમની વૃત્તિ કેવા પ્રકારની હતી. ક૯૫ના કરે કે એક માણસ સરોવરમાં કપડાં ધોવા જાય છે. કપડાં ધોતાં તે લપસી પડે છે. આ માણસ સાઠ વર્ષને ડોસે છે. માબાપ કેઈ નથી. આટલું છતાં જ્યાં એ ડોસાને પગ પાણીમાં પડે છે કે તરત જ તે બૂમ મારી ઉઠશે કેઃ “ઓ બાપરે ! મરી ગયે !” હવે વિચાર કરે. આ ડેસે જાણે છે કે તેને માબાપ કેઈ નથી, બધાં મરી પરવાર્યા છે; કદાચ તે દસ જ વર્ષ બાપના સંગમાં રહ્યો હશે, તે છતાં જ્યારે અકસ્માત રીતે તે તળાવમાં પડે છે, ત્યારે તેના મુખમાંથી
ઓ બાપરે !” એવા શબ્દો નીકળે છે. હવે તેના મુખમાંથી અચાનક આવા શબ્દો નીકળવાનું કારણ વિચારે. કારણ એ છે કે સંસારીપણાના આપણને સંસકારે જ એવા પડયા છે કે અચાનકપણે પણ મુખમાંથી એજ સંસારરસિકતાના શબ્દ નીકળી પડે છે. માબાપ મરી ગયા છે તે બચાવ કરવા પાછા આવી શકવાના નથી એ સઘળું આત્મા જાણે છે; પરંતુ તે છતાંએ તેના મુખમાંથી આવા શબ્દો નીકળે છે, તેનું કારણ એ છે કે તેના આત્મામાં માયામમતા ભરેલા છે અને તેથી તેને અનુકૂળ જ ઉચ્ચાર અકસમાત સમયે નીકળે છે. આપણા મુખમાંથી અકસ્માત સમયે નીકળે છે ખરે કે “નમે અરિહંતાણમ્ ” નહિજ ! ત્યારે હવે બીજે પરીક્ષા કરવા જવાનું કારણ નથી. આપણા સંસ્કાર કેવા છે અને શ્રીપાળ મહારાજાના સંસ્કાર કેવા છે તેની અહીંજ પરીક્ષા થઈ જાય છે. શ્રીપાળમહારાજાએજ શ્રીનવપદજીની ઓળી કરી હતી એમ નથી. આપણામાંથી પણ પણ ઘણા એવા છે કે જેણે વારંવાર શ્રીનવવદજીની