________________
૧૪૬
સિદ્ધચક્ર માહામ્ય જે ક્રિયા કરનારાઓની ટીકા કરે, તે તેને અર્થે ચાળણું કરંડિયાને હસે એજ થાય છે. * નમો અરિહંતાણમ્
આરાધના કરનારાઓએ, ક્રિયા કરનારાઓએ હવે આગળ વધવાનું છે. આગળ વધીને તેમણે સમજવાનું છે કે આપણે સંસારની જંજાળ છેડી દઈએ છીએ, દેહનું દમન કરીએ છીએ, શરીરને ક્ષીણ કરીએ છીએ, તે પછી આપણે સંસ્કાર પાડવા પણ શા માટે પ્રયત્નશીલ ન થવું જોઈએ! શ્રીપાળ મહારાજે પિતાના આત્માને કેવી રીતે સંસ્કારિત કર્યો હતે તેનું એક દષ્ટાંત વિચારે તે બસ છે. એક વસ્તુ ધારી હોય અને તે આવી જાય તે વાત જુદી છે; પરંતુ જે વાત ન ધારી હોય તેજ વાત જે હદયમાં આવી જાય, આફત ટાંકણે અચાનક રીતે કઈ વિચાર મનમાં ધસી આવે; તે સમજી લેજે કે એ સંસ્કારનું જ પરિણામ છે. શ્રીપાળમહારાજા સમુદ્રમાં પ્રવાસ કરતા હતા. મહારાજા વહાણમાં બેઠા છે. પાસે દહેરૂં નથી. ઉપાશ્રય નથી. મુનિચંદ્રસૂરિજી મહારાજ પણ ત્યાં નથી. સાથે મયણાદેવી પણ નથી. પ્રતિક્રમણ કે સામાયિક કરવાને પણ તેઓ બેઠા નથી. વહાણુમાં બેઠા બેઠા નાટક જોઈ રહ્યા છે, પરંતુ નાટક જોતાં જોતાં ધવલ મહારાજાને કહે છે “અહ શ્રીપાળ! આમ આવો, કાંઈક આશ્ચર્ય દેખાડું.” તરતજ શ્રીપાળ મહારાજા ઉડીને આશ્ચર્ય જેવા જાય છે, ત્યાં ધવલ તેને સાત મોઢાવાળો અજગર બતાવે છે. મહારાજા જ્યારે અજગર જેવા જાય છે, ત્યારે ધર્મની દિશા પણ નથી, તેમ ધર્મ જાગૃત થાય એવી દશા