________________
૧૪૪
સિદ્ધચક્ર માહામ્ય થાય તે એ વખાણ પિતાના જ છે એમ માનીને મન મલકાવા માંડે છે. ત્યારે હવે તમારા આત્માને પૂછી જુઓ કે તમે ઉપાશ્રયમાં સાંભળવા આવે છે કે વખાણ સાંભળવા? સંસ્કારને નામે-“૦
વ્યાખ્યાનમાં જે કદાચ આપણને ન ફાવતી વાત આવી ગઈ તે તરત જ તેને કટાક્ષ થયે એમ માની લેવાય છે ! અરે આગળ વધીને એવું પણ કહેનારા મહાત્માઓ પડ્યા છે કે શું મહારાજ સાહેબને પણ બીજે વિષય જ નથી જડતે ? આજે તે મહારાજ સાહેબે મને ઉદ્દેશીને મારા ઉપરજ વ્યાખ્યાન વાંચી કાઢયું! જ્યારે તવ પામવાને સમય છે ત્યારે “મહારાજ સાહેબ કટાક્ષ કરે છે!” એમ એમ કહીને આત્મા અવળે ફરે છે! મેળવેલા સદગુણે વ્યાખ્યાન શ્રવણ કરીને દૃઢ કરવાના, ત્યાં આ રીતે આપણા હાથે જ અગ્નિ મૂકી દઈએ છીએ. પાંચમા આરાના જીનું આ આવું માનસ છે ! ચોથા આરાના મનુષ્યનું માનસ જ એ હતું કે પહેલાં પિતાની વાત ! જ્યાં સુધી પહેલું પિતાનું પુરૂં ન થાય ત્યાં સુધી બીજાની તે ચિતા જ નહિ. મણિભાઈને છેકરો સેમચંદભાઈ પૌષધ ન કરે, તે મણિ ભાઈ એ જ પ્રશ્ન કરે કે “કેમ ભાઈ ? આજે શું હતું જે સેમચંદભાઈએ પોષધવ્રત ન લીધું?” આ સ્થિતિ ચેથા આરાના જીની હતી. હવે એ સ્થિતિ સાથે આપણી પાંચમા આરાના મનુષ્યની સ્થિતિ સરખાવે અને પછી જુઓ કે આપણે કઈ સ્થિતિએ આવી પહોંચ્યા છીએ ? ધર્મના ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી જ નથી. આપણી તૈયારી