________________
સધુાપદ
૧૫૧
ભગવાનેાના પૂર્વ ભવ જોવા પડશે. તેના વિના આ પ્રશ્નના નિકાલ થાય એવું નથી. ત્રીજા ભવમાં તીર્થંકર ભગવાનના આત્માએ વીસસ્થાનકની આરાધના કરી હતી; એ આરાધનાદ્વારા તેઓશ્રીએ સમ્યક્ત્વાદિકની આરાધના કરતાં તીર્થંકર નામકમ બાંધ્યું હતું. એ સઘળું શાથી થયું હશે તેના વિચાર કરી.
સાધુપદની મહત્તા કેટલી ભારે છે ? આ સઘળા પ્રભાવ સાધુ ધનાજ છે. તીર્થંકર ભગવાનને પણ જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; ત્યારે કેવલીદશામાં અરિહતાને નમસ્કાર કરતા નથી. કેવળજ્ઞાન થયા પછી તીર્થંકર ન હોય તેવા સામાન્ય કેવળીમહારાજાએ પણ તીર્થંકરાને નમસ્કાર કે વંદના કરતા નથી, અને જો તીથ કર ભગવાના કે કેવલી મહારાજાઓને નમસ્કાર કરવાનું કહેવામાં આવે છે તે તે કેવળજ્ઞાનની અશાતના થએલી માનવામાં આવે છે. જે દશા પામ્યા પછી અરિહંત ભગવાન ને પણ નમસ્કાર કરવાના નથી તે દશામાં નમસ્કાર કેને કરવામાં આવે છે તેના વિચાર કરશ. આવી દશામાં “ નમો તીથમ્સ ” એમ કહીને તીને નમસ્કાર અને વંદના કરવામાં આવે છે. આ તીર્થને નમસ્કાર કરવાનું પ્રત્યેાજન શું છે ? કયા કારણથી તીને નમસ્કાર-વાંદવામાં આવે છે વારૂ ! આ સઘળાનું કારણ એકજ છે કે કેવલીદશા, તીથંકર દશા, સિદ્ધદશા ઇત્યાદિ જે બધી ઉંચામાં ઉંચી દશાએ મળી છે એ મા તીના પ્રભાવ છે. સાધુ પદ્મનેાજ એ પ્રભાવ છે કે તેથી આવી સર્વોત્કૃષ્ટ અને અનુપમ