________________
સાધુપદ
૧૪૧
બંને રીતે શૂન્ય એવા માણસે જ્યારે ક્રિયા કરનારને હસે છે કે “ઓહ! ક્રિયા ભલેને કર્યા કરે પણ સંસ્કાર કયાં છે?” ત્યારે એમાં મૂર્ખાઈ સિવાય બીજા કશાને ભાસ થતું નથી. વિઝા એ સર્વથા દુગધીથી ભરેલી છે, છતાં એ વિઝા છાણને હસે તે એ વ્યવહારને કે કહે તેને વિચાર કરી લેજે. જે ક્રિયા રહિત છે અને સંસ્કાર રહિત છે તેઓ દુગધીથી ભરેલી વિષ્કાને સ્થાને છે, પરંતુ સંસ્કાર નથી અને ક્રિયા છે તેવા માણસે છાણના જેવા છે. ચંદનને છાણને હસવાને અધિકાર છે, પણ વિષ્ઠાને છાણને હસવાને અધિકારજ નથી, તેજ પ્રમાણે જેનામાં સંસ્કાર અને ક્રિયા બને નથી, તેને તે મૂળ ઉંચું આવવાનું પણ સ્થાન નથી. ત્યારે હવે વિચાર કરે કે શિખામણ કણ દઈ શકે. જેનામાં ક્રિયા અને સંસ્કાર બંને છે તેજ બીજાને એમ શિખામણ દઈ શકે છે કે “મહાનુભાવ ! આમ ન કરે, આ પ્રમાણે કરો !” પરંતુ તે માણસ પણ શિખામણજ આપી શકે છે. પિતાની પાસે ક્રિયા અને સંસ્કાર બે રને છે અને બીજા એક રત્નવાળા અથવા રન વિનાના છે એમ ધારીને તે ટાણે મારી શકે નહિ. ટાણે અને શિખામણ એ બેની વચ્ચે રહેલો તફાવત જેઓ સમજી શકતા નથી; તેમને શિખામણ આપવાને પણ અધિકાર નથી, તે પછી તેમને ટાણે મારવાનો અધિકાર તે હેયજ કયાંથી? આટલાજ માટે શાસ્ત્રકારોએ ત્યાગીને ઉપદેશ આપવાનું કાર્ય સંપ્યું છે; બીજાને ઉપદેશ આપવાનું કાર્ય સૅપ્યું નથી. સ્વયંપરિહાર એ જેનશાસનની મોટામાં મોટી ખૂબી છે. શાસન કહે છે