________________
સાધુપદ
૧૩૭
વાત જણાવી ગયા છે કે શ્રીપાળ મહારાજાની રિદ્ધસિદ્ધિ સત્તાસમૃદ્ધિ એ જ સઘળું ચરિત્રશ્રવણને પરિણામે કેના લક્ષમાં રહે છે તે વિચારે. જે આત્માનું લક્ષય આત્મપદની પ્રાપ્તિ પર ગયું નથી, તેનું જ લક્ષ આ સઘળી પૌગલિક વિભવશીલતા પર રહે છે. આરાધના-નવપદની આરાધના એ પણ પરમાર્થના (પરમગતિ-મેક્ષ) કાર્યને કારણરૂપ છે, એ વસ્તુ પણ આપણી નજર સામે અખલિતપણે ને બરોબર આવતી નથી એ બધું કારણ સંસારની પુગલરસિકતા જ છે. નવપદ આરાધનાને અંતે મહારાજા શ્રી પાળને અતુલ સમૃદ્ધિ મળી છે, એ વાત સાચી છે; પરંતુ શ્રીપાળ મહારાજાની નવપદ પરત્વે ભક્તિ કેટલી હશે ? તેને કોઈએ વિચાર કર્યો છે? કોઈનું અંતર પારખવું એ મહામુશ્કેલ કાર્ય છે, તે પછી જે શ્રીપાળ મહારાજા વર્ષો પહેલાં થઈ ગએલા હતા તેના અંતરની વૃત્તિ, તેના હૃદયની સાચી તન્મયતા તે શી રીતે જાણી શકાય વારૂ ? પરાયાનું હદય પારખવું એ ગહન છે તેથીજ નીતિકાર મહાશય કહે છે કેઃ રઢ કંત મનઃ ને આંખો અને અને મુખની દશા મનુષ્યનું મન અથવા હૃદય કેવું છે તે દર્શાવે છે. ખુશી કે આનંદ હોય ત્યારે ચહેરે પ્રફુલ્લિત હોય છે અને દીલગીરી પ્રસંગે તેના ચહેરા ઉપર શ્યામતા આવે. છે એટલે એ ઉપરથી મનની સ્થિતિ જાણી શકાય છે. તેથી જ એમ કહ્યું છે કે ઇંગિત અને આકારને જાણે છે તે આચાÁના મનને ઓળખી શકે છે. મન એ જે ખ્યાલમાં આવીજ ન શકે એવું હોત તે ઈંગિત અને આકારને જાણવાની જરૂરજ શી હતી ? કાંઈજ નહિ. પરંતુ એ બે જાણવાનું