________________
ઉપાધ્યાયપદ
૧૩૫
થઈ જઈ શકતા નથી, પણ તેમણે સ્વાધ્યાયમાં લીન બનવાનું છે. પાંચ સ્વાધ્યાય જે જિનશાસને કહ્યા છે તે પાંચે સ્વાધ્યાયમાં તેણે તન્મયતા પ્રાપ્ત કરવાની છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, આમ્નાય અને ધર્મોપદેશ તેણે ચાલુ રાખવાના છે; અર્થાત્ સઝાયમાં પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં જેણે તન્મયતા મેળવી છે તે ઉપાધ્યાય શાસનની શોભારૂપ હેઈ વિધિપૂર્વક તથા હૃદયપૂર્વક તેનું ધ્યાન કરવું એ જૈન શાસનની નવપદ આરાધનાને અંગે આજ્ઞા છે.