________________
૧૩૪
સિદ્ધચક્ર માહાગ્ય
ક્ષુલ્લકનું દષ્ટાંત આ પ્રસંગે યાદ કરે. તે ક્ષુલ્લક ચારિત્રભન્ન પરિણામવાળે માના વચનથી બાર વર્ષ રહ્યો, પછી માતા પાસે જ્યારે ચારિત્ર છેડવાની રજા માગે છે ત્યારે તે માતા કહે છે કે હું પરાધીન છું અને તેથી તે ક્ષુલ્લક બાર વર્ષ ગુરુણના, બાર વર્ષ ઉપાધ્યાયના, તથા બાર વર્ષ આચાર્યના એ રીતે ચારિત્રમાં રહ્યો. આ દષ્ટાંતદ્વારા પણ તમે ગુરુણ અને આચાર્યને ક્રમ સમજી શકશે. બીજી અહીં એક વાત યાદ રાખે કે અહીં જવાબદારી છે, તે ધર્મપાલન ઉપર અવલંબેલી છે. એ જવાબદારી ગુણને અંગે છે. ગચ્છના પાલનમાં પણ ઉપાધ્યાય મહારાજે જવાબદારી અને ગુણ બંને સાચવવાના છે. પાલનની એકલી જવાબદારી હોય તે એ જવાબદારી તે સાધારણ નર્સ પણ પાર પાડી શકે; પરંતુ અહીં તે પાલન સાથે ધર્મવૃદ્ધિની મોટી જવાબદારી પણ ઉપાધ્યાયે ઉપાડવાની છે. ઉપાધ્યાયે ગુણપાલન માટે સ્વાર્થ ભણાવવામાં હંમેશાં લીન રહેવાનું છે, અને એ કાર્યમાંજ ઉદ્યમવાળા રહેવાનું છે. કેલેજ કિવા પાઠશાળામાં જે અધ્યાપકે માત્ર જુના જ્ઞાન ઉપરજ આધાર રાખીને નવું જોયા વિના જાય છે અને અષ્ટપણું પોપટપંચી કરી પાછા આવે છે તેઓ વિદ્યાર્થીઓમાં હાસ્યાસ્પદ થાય છે ! પરંતુ જે પ્રોફેસર જગતના વાતાવરણની માહિતી રાખે છે, નવી નવી શોધખોળોથી માહિતગાર થઈ શીખવવા માટે તૈયાર થાય છે, અને તે સઘળાને પિતાના શિક્ષણમાં ઉપયોગ કરે છે તે પ્રોફેસર છાત્રોનું માન પામે છે. એજ પ્રમાણે ઉપાધ્યાયે પણ રાત્રિદિવસ પિતાના કાર્યમાં તલ્લીન રહેવું જોઈએ. ઉપાધ્યાય માત્ર શીખવીને જ છૂટા