________________
ઉપાધ્યાયપદ
૧૧૭
બીજી બાજુએ સૂત્ર વિના જ્ઞાનનું ટકવું, તે પણ અશક્ય બની જાત ! આપણે બધા કાંઈ શ્રીમતી ચક્ષાના અવતાર નથી. શુલિભદ્રની બહેન એક વખત હજાર શ્લોકો બીજાને બોલતે સાંભળતી હતી એટલે તેને તેને મૂળપાઠ થઈ જતે હતે. આપણી સ્થિતિ એવી છે કે હજાર વાર ગોખીએ તે પણ મોઢે ન થઈ શકે, આવી સ્થિતિમાં એટલે જ્ઞાનને સારી રીતે શીખવું, તેને ટકાવી રાખવું; તેને પાછું લાવવું એ સઘળું કેના ઉપર અવલંબે છે ? ગણધર મહારાજાઓના ઉપર અર્થાત્ કે તેઓએ રચેલા સૂત્રો ઉપરજ. વસ્તુનું વિસ્મરણ થાય તે તેના સ્મરણ માટે સૂત્રો તૈયાર ! વસ્તુમાં શંકા થાય છે તે માટે પણ સૂત્રો શંકાસમાધાન સારૂ તૈયારજ ! આ બધે ઉપકાર સૂત્રોને આભારી છે અને એ સૂત્રો તે ગણધર ભગવાનને આભારી છે. લાખ રૂપિયા ઉધારી મૂકે, તે એ વાંધો નથી ?
જ્ઞાન અને દર્શન એ અભ્યાસી બાળકના હિસાબની પડી જેવા છે. છોકરાની ચોપડીમાં કેઈને નામે ગમે તેટલી રકમ ઉધારો તેનું મૂલ્ય નથી. લાખ જમા કરો કે લાખ ઉધારે તો પણ તે બધુ સરખું જ ! માત્ર છેક ધ્યાન કયાં આપે છે સરવાળા ઉપર ! એના બંને બાજુના સરવાળા સરખા થાય તે તેને બીજી પંચાત નથી. જેને નામે તે રકમ જમા કરે કે ઉધારે તે માણસની સાથે એને જરાય લેવાદેવા નથી. તે જ પ્રમાણે અહીં પણ સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાન એ બંને બાળકના નામાના