________________
૧૨૮
સિદ્ધચક્ર માહાસ્ય ગુણ-કથળે છે, સૂત્રરચનારૂપી કેથળાથી દાણાનું રક્ષણ થાય છે. આ બધી માથાફેડ શા માટે થઈ છે; તે બિંદુ ઉપર હવે આવી જઈએ. આ સૂત્રો તે આવા કિંમતી છે આટલા મહાન છે અને આટલા ગૌરવશાળી છે એ સૂત્રો ભણવવા માટે જે વર્ગ કાઢ્યો છે. તે વર્ગ તેજ “ઉપાધ્યાય.” - હવે એક બીજે ગંભીર પ્રશ્ન વિચારવાનું છે. તે પ્રશ્ન એ છે કે આચાર્ય અને ઉપાધ્યાય એ બેના વર્ગો જુદા શા માટે રાખ્યા છે ? તેને ઉત્તર એ છે કે એક વર્ગ અર્થની રક્ષા કરે છે અને બીજે વર્ગ સૂત્રો ભણવે છે. અર્થો અને સૂત્રોને માટે બે વર્ગ જુદા શા માટે રાખવામાં આવ્યા છે એ વસ્તુ તમારા ખ્યાલમાં આવવી મુશ્કેલ છે, પરંતુ તમે જ્યારે એ બાબતમાં ઉંડા ઉતરશે, શિક્ષણની અને જ્ઞાનપ્રચારની સંસ્થાઓ કેમ ચાલે છે એ જોશે ત્યારે તમે પણ કબુલ રાખશો કે અર્થ અને સૂત્રોના બે ભિન્ન વર્ગો છે એજ વાસ્તવિક છે. ઉપાધ્યાયનું મહાન કાર્ય, | નાના બાળકોને શિખવવાને માટે શાળા હોય છે અને તેમને ઉછેરવાને માટે ધાવ રાખે છે. ઉપાધ્યાયને આ બંને સ્થિતિ સાચવનારની ઉપમા આપી શકાય ! શાસનના માલીક આચાર્યું છે, પરંતુ શાસનની રક્ષા માટે, ગચ્છની રક્ષા માટે સઘળી જવાબદારી ઉપાધ્યાયને ઉપાડવાની છે. આચાર્યોની આજ્ઞાથી તેમણે ગચ્છની ચિંતા રાતદિવસ રાખવાની છે અને ગચ્છરૂપી રથ અરિહંત ભગવાનની આજ્ઞા પ્રમાણે ચલાવવાનું કાર્ય તેમણે કરવાનું છે. રાજા રાજ્યને માલિક છે, સ્વામી