________________
ઉપાધ્યાયપદ
૧૨૭
છે, જે પ્રવૃત્તિ શાસનને શરણે રહીને ચાલે છે તેજ કલ્યાણ દેનારી અથવા પરમ હિતાવહ છે. સૂત્રોની આવશ્યકતા અને તેમણે બજાવેલી અપૂર્વ સેવા જ્યારે ખ્યાલમાં લઈએ છીએ ત્યારે હદય આશ્ચર્ય પામ્યા વિના રહી શકતું નથી. જેનશાસનની મહત્તા, જૈનશાસનની વિશેષતા સર્વ કાંઈ સૂત્રગ્રંથને આભારી છે અને સૂત્રગ્રંથરચના આચાર્યોને આભારી છે. આગમ એટલે આરિસે.
આગમને આધારે જે પ્રવૃત્તિ થાય છે, થઈ છે અને થશે તે જ પ્રવૃત્તિ માત્ર નિર્જરા અને સંવર કરનારી છે; અન્ય પ્રવૃત્તિ નહિ. આ રીતે સૂત્રો અને સૂત્રના રચનારાઓ અને આ શાસને સર્વોપરી–શાસનના આધારસ્થંભ જેવા ગણ્યા છે, અને આ રીતે આધારરૂપ ગણ્યા તેનું કારણ છે. શાસનરૂપી રથ જે ઘડાઓ ખેંચે છે તે ઘડાઓને ભગવાનની સૂવરચના રૂપી લગામ અંકુશમાં રાખે છે. જે એ અંકુશ ન હોત તે શાસનને રથ ગમે ત્યાં જઈને ઉધાજ પડયો હોત ! સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર ટકી રહે છે, વધે છે, શુદ્ધ થાય છે એ સઘળું આગમને આધારે બને છે. સાધારણ ખ્યાલ કરો. ઘઉને દાણે બહુ કિંમતી છે, પરંતુ જે એ દાણાને ભરવાને માટે કથળે ન હોય તે જરૂર એ દાણે ભેંય ભેગે થવાનો જ થવાને ! એજ ઉદાહરણ અહીં પણ લાગુ પડે છે. આગમાથે એ ઘઉને દાણે છે, પરંતુ જે તે છૂટા રહ્યા હતા તે બધા વિખરાઈ જાત અને ધૂળ ભેગા થઈ ગયા હેત ! પરંતુ સૂત્રરચના એ આ દાણાને સંગ્રહ કરી રાખનારી