________________
ઉપાધ્યાયપદ,
૧૨૯
છે; પરંતુ તે છતાં રાજ્યને સઘળો ભાર જાળવાની ચિંતા રાજાના પ્રાઈમ મિનિસ્ટરને શિરે હોય છે. જે પ્રધાન મંત્રી હેય છે તેને સમગ્ર રાજ્યને ભાર સંભાળવાને હોય છે તેજ સ્થિતિ અહીં પણ છે. આખા ગચ્છને અંગે જે તપાસ રાખવાની છે; બાળદીક્ષિત, ચીરદીક્ષિત, નવદીક્ષિત, તપસ્યાવાળા, જ્ઞાન એ સઘળાને સંભાળવાની ચિંતા ઉપાધ્યાયને રાખવાની છે. રાજ્યમાં કમાન્ડર-ઈન-ચીફની જે ફરજ છે તે ફરજ ગચ્છમાં ઉપાધ્યાયની છે. ટૂંકમાં કહીએ તે ગચ્છને સાધુસમુદાય અને અનુયાયી અને શ્રાવકશ્રાવિકાઓને સમૂહ ધર્માચારે કાલ નિષ્ક્રમણ કરે એ વસ્તુ ઉપાધ્યાયે તપાસવાની છે. પરિવારના વડા તરીકેનું કાર્ય તેણે કરવાનું છે. હવે તમે એમ કહેશે કે જે ઉપાધ્યાયને સાધુરૂપ પરિવારના વડા તરીકેનું કાર્ય કરવાનું છે એટલે સાધુસંસ્થા એ પણ એક પરિવારરૂપ છે તે પછી ગૃહસ્થો પણ પરિવાર ધારણ કરે એમાં શું ખોટું છે ? ગૃહસ્થને પરિવાર એ પણ એક સંસ્થા છે, અને ઘરધણી તેને મુખી છે, અને સાધુપરિવાર એ પણ એક સંસ્થા હેઈ ઉપાધ્યાય તે પરિવારના મુખી છે, તે પછી સાધુ પરિવાર ઉપાદેય અને સંતતિ પરિવાર હેય છે એ શા આધારે કહી શકાય છે ? ઠીક ! સાધુએ પણ ગૃહસ્થ જેવાજ છે. '
હવે તમારી શંકાને વિચાર કરે “વેશ્યા એવી દલીલ કરશે કે સતી મારા કરતાં વધારે સારી છે એમ તમે શા માટે કહે છો ? જેમ સતી પુરુષ રાખે છે તેજ પ્રમાણે હું પણ પુરુષ રાખું છું. તે પછી જેવી સતી