________________
૧૧૮
સિદ્ધચક્ર માહાસ્ય ચેપડા જેવા છે. સમ્યગદર્શનની દષ્ટિએ એટલું જરૂરી છે કે જે વસ્તુ આદરવા લાયક છે તેને આદરવા લાયક માનવી જોઈએ અને જે વસ્તુ છેડવા લાયક છે તેને છોડવા લાયક માનવી જોઈએ. છોડવા લાયક વસ્તુને આદરવા લાયક માને તે તે સમ્યગદર્શન ચલાવી લેતું નથી, પરંતુ આદરવા લાયક વસ્તુને આદરવા લાયક અને છાંડવા લાયક વસ્તુને છાંડવા લાયક માનીને તેને પ્રત્યક્ષ વ્યવહારમાં ન મૂકે તો પણ તેથી સમ્યગદર્શનને વાંધો આવતે નથી. એને વધે ત્યાં છે કે એક વર્ગમાંની ચીજ તમે બીજા વર્ગમાં દાખલ કરો. પાપસ્થાનક ૧૮ છે તેમાંથી મિથ્યાદર્શન કાઢી નાખે તે બાકી રહ્યા ૧૭ ! આ સત્તર પાપસ્થાનકે તજવા ગ્ય છે એમ માની લે અને જે એક પણ નહિ, તેજ પ્રમાણે ચારિત્રને અંગે સંપૂર્ણ વીતરાગદશા આદરણીય છે એમ માની લો અને આદર કાંઈ નહિ, તે પણ તેથી સમ્યગદર્શનને વાંધો નથી.
કરે મગનભાઈને નામે લાખ જમાં કરે અને છગનભાઈને ખાતે લાખ ઉધારે ! તેમાં મગનભાઈ કે છગનભાઈને કશેજ વાંધો નથી. તેમ છેકરાને પણ કાંઈ વાંધો નથી. છોકરાનું ધ્યાન સરવાળા ઉપર હોય છે, તે જ પ્રમાણે સમ્યગદર્શન પણ એજ જુએ છે કે ત્યાગવા લાકક વસ્તુને ત્યાગવા લાયક માન અને આદરવા લાયકને આદરવા યોગ્ય માને ! આ રીતે સરવાળો સરખે કર્યો એટલે બસ પછી તે આદરનાર અને ત્યાગનારને કઈ છે કે નહિ તે જેવાની સમ્યગદર્શનને કાંઈ જરૂર નથી. સમ્યગ્ગદર્શન એટલું ચાહે છે કે તમે હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય ન બનાવો?