________________
ઉપાધ્યાયપદ
૧૨૧ ચારિત્રને કાણુ ટકાવી રાખે છે?
તમે સરવૈયામાં ભૂલ કરે તે વાંધો નથી. સરવાળે કરવામાં દોષ કરો તેથી તમે દંડપાત્ર ઠરતા નથી, પરંતુ કેઈને નામે પંદરસો ઉધારશે તે તમારે તેને જવાબ આપવાનો છે. મતલબ કે હિસાબ કરતાં વ્યક્તિની પ્રમાણિકતા પર વધારે ધ્યાન રહે છે, તેજ પમાણે જૈનશાસનમાં સમ્યક ચારિત્રની જગ્યાએ સમ્યગદર્શન અને જ્ઞાન છે અને તે દ્વારા થતી સાચી માન્યતાની પણ જરૂર છે; પણ તે સાથે અહીં વર્તન ઉપર પણ મુખ્ય આધાર રાખવામાં આવ્યો છે. હોય એટલે જેનશાસ્ત્રની દૃષ્ટિએ જે ત્યાગવા લાયક છે તેને ત્યાગ કરે અને ઉપાદેય એટલે જૈનશાસ્ત્રની દષ્ટિએ જે સ્વીકારવા યંગ્ય છે તેને સ્વીકાર કરે, એ સ્થિતિનું નામ તે ચારિત્ર છે. આવા ચારિત્રની પણ તીર્થકર મહારાજા તે માત્ર તૈયારી કરીને ખસી જાય છે. પ્રભુની દેશનાથી ભૂતકાળમાં પણ અનેકને ચારિત્રની પરિણતિ થઈ છે, પરંતુ તે સઘળાની રક્ષાનું કાર્ય સ્થવીરો અને ગણધર ભગવાને એજ કર્યું છે. જૈનસાહિત્ય ભૂતકાળને ઈતિહાસ દર્શાવતાં કહે છે કે મેઘકુમારને દીક્ષા આપવામાં આવી હતી, પરંતુ દીક્ષા આપ્યા પછી તેમને સ્થવરેને સેંપવામાં આવ્યા હતા. રૂષભદત, જમાલિને દીક્ષા આપી હતી; તે પછી પાલન કરવા માટે તેમને પણ સ્થવીરને આધીન કરવામાં આવ્યા હતા. અર્થાત્ ચારિત્રની સ્થિતિ ઉત્પન્ન કરવી એ તીર્થકર ભગવાનનું કામ છે; પરંતુ તેને ટકાવી રાખવાને ભાર આચાર્યો અને તેમની ગેરહાજરીમાં ભગ