________________
૧૧૦
સિદ્ધચક્ર માહાસ્ય
રચના કરી છે તે દ્વારા આપણે જોયું છે કે નવપદ એ કેવી અમૂલ્ય ચીજ છે, તેનું મહત્વ કેટલું છે અને તે ચીજ કેવી કલ્યાણકારી છે. હવે આપણે એ વસ્તુ પણ જોઈ લીધી છે કે સિદ્ધ મહારાજા અરિહંત મહારાજથી વધારે કક્ષાના હેઈ, સર્વ ગુણેથી સંપન્ન છે, તે છતાં તેમને બીજો નંબર આપીને અરિહંત ભગવાનને પહેલે પદે શા માટે ગોઠવ્યા છે? હવે આજે આપણે તેથી પણ આગળ વધવાનું છે. અરિહંત ભગવાને જે પ્રયત્ન કરે છે, જે ઉપદેશ આપે છે, તે સઘળાને આખું જગત લાભ મેળવી શકે એવા સંયોગો હેતા નથી. તીર્થકર મહારાજાના જે કઈ સમાગમમાં આવ્યા છે તે લોક કલ્યાણ કરી શકયા છે અને પિતે લાભ મેળવી શકયા છે; પરંતુ જેઓ અરિહંત ભગવાનના સમાગમમાં નથી આવ્યા, તેવા આત્માઓનું શું? તીર્થંકર મહારાજ દેશના આપે છે, એ દેશનાથી મિથ્યાત્વ દૂર થાય છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, પરંતુ એ સમ્યકત્વ પણ હંમેશ ટકી જ રહે એ કઈ રીતે હે જ જોઈએ. તીર્થ કર મહારાજેના સમાગમમાં ન આવ્યા હોય તેમને પણ ધર્મપ્રાપ્તિ થાય અને ઉપજેલું સમ્યફત્વ ટકી રહે એ કરવાનું કાર્ય આચાર્ય મહારાજાઓને સોંપવામાં આવેલું છે. તીર્થંકર ભગવાનના વચને ગણધર ભગવાનએ આગમગ્રંથોમાં ગુક્તિ કરેલા છે. એ વચનને ટકાવવા અર્થાત્ કે એ વચન દ્વારા ઉત્પન્ન થએલી ધર્મભાવનાને અને સમ્યક્ત્વને ટકાવવું એજ અત્યંત મહત્વનું અને મુશ્કેલ કાર્ય છે. ઉપન્ન થએલા