________________
re
સિદ્ધચક્ર માહાત્મ્ય
પવિત્ર માને છે અને તે પવિત્ર માનીને તેને જીવનમાં ઉતારે છે, ઉપર કહ્યા પ્રમાણે ત્રિવિધ રીતે પુનિત એવા જિનેાપદેશ જગતમાં પ્રવર્તાવે છે અને તેની સાથે જીવાને તારવાની– તેમના આત્મિક કલ્યાણની જ જે સદા સદા કાળજી રાખે છે તે આચાય છે. નવપદામાં રહેલા આચાર્યનું સ્થાન આવું પવિત્ર અને ગંભીર છે, તેથી એનીને ત્રીજે દિવસેઆચાર્યોનું ધ્યાન ધરવું જોઇએ અને તેમની આરાધના કરવી જોઇએ. આચાર્યનું મહાન્ અને ગૌરવવંતુ સ્થાન છેડીને આગળ વધીએ છીએ તેા ઉપાધ્યાયપદ્ય આવે છે. ઉપાધ્યાયપદ ગુરુતત્ત્વમાં બીજું છે અને આખા સિદ્ધચક્રમાં ચેાથુ છે, એ પદની મહત્તા, પવિત્રતા અને ઉપયેાગિતા વિષે હૅવે વિચાર કરીએ.
☆