________________
ઉપાધ્યાયપદ
૧૧૩
કારણભૂત ગણધર મહારાજાએ છે; બીજું કઈ નહિ. ગણધર મહારાજાઓએ ભગવાનના ઉપદેશના સૂત્રે રચ્યાં હતાં ત્યારે જ તેનું પરિશીલન શક્ય થયું અને સમ્યકત્વ ટકવાને માર્ગ ખુલ્લે થયે. અર્થાત્ તીર્થકર ભગવાને જગતમાં પ્રવર્તાવેલા અદ્વિતીય એવા જ્ઞાનને ટકાવી રાખનારા તે ગણધર ભગવાને છે; એ જ્ઞાનને ટકાવી રાખવામાં ગણધર ભગવાનની કૃતિઓએ દ્વિવિધિ ભાગ ભજવેલો છે. એક તે જ્ઞાનને ટકાવી રાખવાને માર્ગ શેડ્યો છે અને બીજું શંકાઓના સમાધાનની વ્યવસ્થા કરી છે. સૂત્રરચનાને લાભ તે જુઓ.
શ્રી મહાવીર ભગવાને તે જે જુની શંકાઓ હતી તેનું નિરાકરણ કર્યું અને શ્રી જિનપદની પ્રાપ્તિને માગ ખુલ્લો કર્યો, પરંતુ તે પછી જે નવી શંકાઓની પરંપરા ચાલી હતી, તેનું સમાધાન શ્રી ગણધરેએ રચેલા સૂત્રદ્વારાએ જ થયું હતું. જે એ સૂત્ર ન હેત તે એ સ્થિતિ જરૂર આવી હોત કે ભગવાને ખડી કરેલી જ્ઞાનની ઇમારત પડી ભાંગી હત. ભગવાન શ્રીજિનેશ્વરદે એ જ્ઞાનની ઇમારત પ્રકટ કરનારા છે એ ખરું છે, પરંતુ એ જ્ઞાનની ઈમારતનું જે ટકી રહેવાપણું છે તે શાના વડે છે એને વિચાર કરે. એ ટકી રહેવું એ જ્ઞાનના રક્ષકરૂપ સૂત્રો વડે છે કે જે સૂત્રરચના ભગવાન શ્રીગણધર મહારાજાઓ દ્વારા કરવામાં આવેલી છે. હવે એથી પણ આગળ વધીને વિચાર કરી જોઈએ તે પણ માનવું પડે છે કે મિથ્યાત્વ દરેક કાળમાં કાંઈ એકસરખું જ રહેતું નથી. આરોગ્ય હંમેશાં