________________
૧૧૨
સિદ્ધચક્ર માહાસ્ય માની લેવાની જરૂર નથી. જે કાળે ભગવાન અને ગણધર મહારાજેની હસ્તી હતી, તે કાળે પણ કેટલાક સાધુશ્રાવકેની આવી દશા હતી. એકલું સાંભળવાથી જ કાંઈ મળતું નથી, જે સાંભળવાથી જ પ્રાપ્તિ થઈ જતી હેત, તે તે વ્યાખ્યાનમાં જેટલા શ્રાવકે આવે છે એ સઘળા જ વ્યાખ્યાન સાંભળીને ઉઠે કે કેવળી બની જાત! પણ વ્યાખ્યાન સાંભળવું એ એક વાત છે અને વ્યાખ્યાન સાંભળીને તૈયારી કરવી એ બીજી વાત છે. અભ્યાસ કરનારે આત્મા એક મહિનામાં અભ્યાસ કરીને જે તૈયારી કરી શકે છે, તેવી તૈયારી વરસે વરસ વ્યાખ્યાન સાંભળનારાથી થઈ શકતી નથી; પરંતુ એથી એટલું થાય છે કે વ્યાખ્યાન સાંભળવાથી અભ્યાસ કરવાની વૃત્તિ જાગૃત થાય છે. વ્યાખ્યાન જરૂરી છે, પરંતુ વ્યાખ્યાન વસ્તુને આપી શકે છે, વ્યાખ્યાનથી વસ્તુને પામી શકાય છે, પરંતુ એ વસ્તુને સંસ્કારિત રાખવાને માટે તે શ્રવણ અને મનનની જ જરૂર પડે છે. સૂત્રોને બેવડ પ્રતાપ. | તીર્થકર ભગવાને પાસે જેમણે દેશના શ્રવણ કરી છે તેઓ તીર્થંકર ભગવાન દ્વારા જ્ઞાન પામી શક્યા છે એ વાત સાચી છે; પરંતુ એ જ્ઞાનને ટકાવી રાખવાનું કામ ગણધર ભગવાનેએ કર્યું છે. જિનેશ્વર મહારાજે તે ઉપદેશ એક વાર આપ્યો. આ ઉપદેશ તે શ્રવણ કરનારાએ એક વાર શ્રવણ કર્યો. હવે જો એ ઉપદેશનું પરિશીલન ન થયું હેત તે એ ઉપદેશ ટકી રહે તેવું ન હતું. ઉપદેશ ટકી રહેવાને તેનું પરિશીલન થવું જ જોઈએ. એ પરિશીલન થવામાં