________________
૧૧૪
સિદ્ધચક્ર માહાસ્ય એકજ સ્વરૂપનું છે, તેમાંથી બીજા કોઈ ફાંટ ફૂટતા નથી; પરંતુ રોગમાંથી અનેક શાખાઓ ઉદ્દભવે છે; એજ ખેલ અહીં પણ છે. મિથ્યાત્વની શાખાઓ સકે સકે બદલાતી જ જાય છે. અરે ! એથી એ ઓછા કાળમાં પણ નવી શાખાઓ નિષ્પન્ન થાય છે. એ બધી મિથ્યાત્વની લીલાને–તેના હલ્લાને તીર્થકર મહારાજા રોકી શકતા નથી; એને અર્થ એ નથી થતું કે તીર્થંકર મહારાજા અશક્ત છે કિંવા હું તેમની મહત્તા ઓછી કરી રહ્યો છું, પરંતુ તીર્થંકર મહારાજે પિતાના જીવન દરમિયાન જે હલ્લા આવે તે સઘળાને તે હઠાવે છે, પરંતુ સમવસરણની બહાર જે હલાઓ આવે છે, તેને તીર્થંકર મહારાજા પહોંચી વળી શકતા નથી. આ સઘળા હલ્લાને પહોંચી વળવાનું કામ સૂત્રોનું છે. મિથ્યાવીઓના ફણગા તે નવા નવા ફૂટતા જ રહે છે. ભાષણકાર ભાષણ તે આપી જાય છે, પરંતુ એ ભાષણને અર્થ છે કરવામાં આવતું હોય તે તેને બચાવ શું છે ? ભાષણકારના આશયથી કેઈ ભાષણને શબ્દ ટાંકીને વિપરીત વાત સમજાવવા તૈયાર થાય, ત્યારે ભાષણકારને બચાવ શે ? આ પ્રસંગે ભાષણને રિપોર્ટ તેજ ભાષણકારને બચાવ છે. ભાષણના રિપિટ વિના ભાષણકારની પાસે તેને બીજે કશે બચાવ નથી. આ સ્થિતિ લક્ષમાં લેશે ત્યારે સૂત્રરચના કેટલી મહત્ત્વની છે તેને ખ્યાલ આવે છે. ભગવાને જનગામિની વાણી વડે બે પહોર સુધી દેશના આપી શાસનની ભવ્ય ઈમારત ચણી લીધી છે, પરંતુ એ ઈમારત ઉપર મિથ્યાત્વીના થતા આક્રમણોના પ્રતિકાર કરનારી શક્તિ તે સૂત્રરચના છે. તીર્થકરની વાણીમાં કાંઈ