________________
સિદ્ધચક્ર માહાસ્ય
ભવ્યપણાને સંભાળે.
આ સ્થિતિ જ્યાં સુધી કાયમ છે ત્યાં સુધી આપણે દહાડે વળવાને નથી, ત્યારે હવે ભવ્યપણાની છાપ ક્યારે આવે છે તે સમજે. જ્યાં સુધી પૌગલિક સુખ મેળવવાની જ દષ્ટિ છે, જ્યાં સુધી શારીરિક સુખ મેળવવાને જ વિચાર છે ત્યાં સુધી ભવ્યપણાની છાપની પ્રાપ્તિ દૂર છે. જગતની સમૃદ્ધિ પૌગલિક પદાર્થો કે એવીજ બીજી સઘળી ચીજે કે જે સઘળી પ્રાપ્ત થાય છે તે પારકી છે, તે માગી આણેલી છે એવી માન્યતા હૃદયમાં દઢ થાય; આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવે અને આને જ જ્યારે પોતાનું સાધ્ય માને ત્યારે ત્યાં ભવ્યપણાની છાપ પરિણમે છે. હવે એવી ભવ્યતાની પ્રાપ્તિ પછી સમ્યકત્વ આવે છે, પરંતુ એ સમ્યકત્વ કે પ્રકારે આવે છે તે વિચારે. નવે તવ પૂરેપૂરા હોય ત્યારે ત્યાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તેમાં એક પણ અંશ એ છે હેય તે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા પામતી નથી જ. “નવાર્ય સમત” સર્વ પદાર્થોમાં સમ્યક્ત્વ રહેલું છે, લોક અલોક સર્વમાં સમ્યક્ત્વ વિદ્યમાન છે. આવી સ્થિતિ છતાં પણ જે શ્રોતાઓ શ્રીપાળ મહારાજનો રાસ કે ચરિત્ર સાંભળીને રિદ્ધિસિદ્ધિ તરફ દોરવાઈ જાય તે વિચાર કરો કે એ સ્થિતિ કેવા પ્રકારની છે ! એવી રીતે દેરવાઈ જનારા ભવ્યપણાની છાપ ખાઈ બેસે છે એ તે સ્પષ્ટ છે. અઢાર દેશના નાશક કેણુ ?
દેવની આરાધના એ આત્માની ઉન્નતિને માટે છે. દેવ,