________________
૯૬
સિદ્ધચક્ર માહાસ્ય એક કક્ષા ઉપર છે એને અર્થ એ નથી કરવાને કે સિદ્ધ અને સાધુ સમાન છે અથવા સાધુ અને તીર્થંકર પણ સમાન છે. આ કથનને અર્થ એ છે કે સિદ્ધત્વના પદાર્થ સંગ્રહાલય (ગોડાઉન) વિષે જે માલ ભરેલું છે તે સઘળો સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય ખપાવે છે અર્થાત્ તેમની બધી આજ્ઞાએ સમુદાયને માન્ય છે. તેથી જ પંચ પરમેષ્ટીને સિદ્ધચક્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. દેશવિરતિ ધર્મના પાળનારા કે જે સર્વવિરતિની નજીકમાં નજીક છે; અગિયારમી પ્રતિમાએ આવેલા શ્રમણભૂત આચાર પણ એજ છે, આટલું છતાં પણ પંચ પરમેષ્ઠીમાં તેમને બાદ રાખવામાં આવેલા છે. જિનેશ્વરના કાર્યને કારખાના સાથે સરખાવીએ છીએ અને શ્રી સિદ્ધત્વને આપણે સંગ્રહાલય તરીકે માન્યું છે, પરંતુ એ ઉપમાઓને સાચે અર્થ ધ્યાનમાં લેજે. એને સાચે અર્થ શું? શ્રી જિનેશ્વરના કારખાનામાં શું તૈયાર થાય છે ? સિદ્ધાંતે, આજ્ઞા ઈત્યાદિ. જગત્ મેહરાજાની સત્તામાં ફસાએલું છે, માટે તે મહિને સામને કરે, કર્મક્ષય કરે; પરિણામે સિદ્ધત્વ છે. આ સિદ્ધાંત-આજ્ઞા-જે કહે તે અરિહંતના કારખાનાને માલ છે. એ આજ્ઞાએ પ્રવર્તાવનાર ગુરુતવને આપણે જિનેશ્વરના કારખાનામાં તૈયાર થએલે માલ વેચવાનું બજાર કહી શકીએ, તે તે ઉપમા જરાય ખોટી નથી. હવે ગુરુતત્વના ત્રણ ત આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેમાં પણ આચાર્યનું સ્થાન પહેલાં શા માટે રાખવામાં આવ્યું છે તેને વિચાર કરે જરૂરી છે.