________________
આચાર્યપદ
૧૯૫ ત્રતા કહેલી છે, તે પવિત્રતા માત્ર વાણી કિંવા માન્યતાનીજ સમજવાની નથી; પરંતુ આચાચે આ પાંચે માન્યતા આચરમાં પણ ઉતારવાની છે. ત્યારે આચાર્યો માટે આ બે કાર્યો નક્કી થયાં છે કે ઉપરની પાંચે વસ્તુમાં તે પિતાની પવિત્રતા માને, અને એ પવિત્રતા માનીને તેને આચારમાં ઉતારે; પરંતુ હવે તે સિવાય આચાર્યને માટે બીજું પણ એક મહત્વનું કાર્ય રહેલું છે. તે કાર્ય શું છે તેને વિચાર કરો. તીર્થકર ભગવાને સિવાયના બીજા જે કેવળજ્ઞાનીઓ છે તે બધા “મૂકકેવળી ” ; એ મૂકકેવળી કરતાં આચાર્યોની કિંમત વધારે ગણવામાં આવી છે અને તેમને આગળ કર્યા છે. તીર્થકર ભગવાન જ્યારે કાળધર્મ પામે છે ત્યારે કેવળીઓ હોય છે, પરંતુ તે છતાં તીર્થકર ભગવાન શાસનના સંચાલનની જવાબદારી–શાસનને ભાર કેવળીઓને અપી દેતા નથી, પરંતુ તે કાર્ય આચાર્યોનેજ સેંપવામાં આવે છે. કેવળીઓનું સ્થાન ક્યાં છે? તેમજ પર્ષદામાં ગણુ ધરનું સ્થાન કેવળી કરતાં આગળ કેમ ? | તીર્થંકર ભગવાનની પર્ષદામાં કેવળીઓના સ્થાનને વિષે વિચાર કરે. તીર્થકર ભગવાનની પર્ષદા વેળાએ ગણધરો આગળ બેસે છે અને કેવળીએ તેમની પાછળ જ બેસે છે. તીર્થકર ભગવાનના વિદ્યમાનપણામાં પણ આ રીતે આચાર્ય ભગવાનને દરજજો મટે ગણવામાં આવ્યા છે. ભગવાને તીર્થંકર મહારાજેની પાટે ગણધરને સ્થાન આપ્યું છે. કેવળીને તીર્થકરની પાસે બેસાડ્યા નથી, પણ આચાર્યોનેજ પાટે બેસાડવાની અનુજ્ઞા કરવામાં આવી છે. આ