________________
આચાર્યપદ : પ્રવચન એ તરવાનું સાધન છે કે તીર્થકર ભગવાને એ તરવાનું સાધન છે ? તીર્થશબ્દ રુઢિથી લઈએ તે તેમાં કઈ કઈ વસ્તુઓને સમાવેશ થાય છે તેને વિચાર કરો. તીર્થ– શબ્દ રુઢિથી લેતાં તેમાં ગણધર અને પ્રવચન એ બંનેને સમાવેશ થાય છે, પરંતુ જે તીર્થ શબ્દને યૌગિક અર્થ લઈએ તે તેને અર્થ એ છે કે તીર્થ એટલે તરવાનું સાધન! ત્યારે હવે પાછે બીજો પ્રશ્ન તરતજ ઉભે થાય છે કે તીર્થ તરવાનું સાધન છે કે તીર્થકર મહારાજા એ તરવાનું સાધન છે? કહ્યું છે કેઃ “ િતાવ નિયમ તિથ?”
અરિહંત મહારાજાએ તીર્થ આરભે છે. તીર્થની ઉત્પત્તિ જે કેઈને આભારી હોય તે તે તીર્થકર મહારાજાઓને જ આભારી છે; પરંતુ તે છતાં તરવાનું સાધન તે તીર્થ છે એમ સ્પષ્ટ થાય છે. તીર્થ એટલે પ્રવચન આદિ છે એટલે પ્રવચન આદિ તરવાનું સાધન છે એમ નક્કી થાય છે. પરંતુ જ્યાં આ વાતને નિર્ણય થાય છે કે તેના ઉત્તરમાંથી જ બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે પ્રવચનનો આધાર તે ચતુર્વિધ સંઘ છે ત્યારે પ્રથમ શું ચતુર્વિધ સંઘ કે પ્રથમ ગણધર ભગવાને ? આ શંકાનું સમાધાન ભગવાન શ્રી તીર્થકર મહારાજા સ્વમુખે જ આપે છે. ભગવાનને પોતાને નિર્ણય સાંભળે.
ચતુર્વિધ સંઘ પહેલા કે ગણધર મહારાજા પહેલાં આ ગૂઢ પ્રશ્નનો ઉત્તર અરિહંત ભગવાન સ્વમુખે જે આપતા જણાવે છે કે પ્રવચન અને ગણધર ભગવાન એ તે