________________
આચાર્યપદ
-
આચાર્યોના ઉપકારે પર દષ્ટિ કેરો.
- આચાર્ય એ શ્રીજિનેશ્વરાના કારખાનાના સૌથી મોટામાં મેટા અને પહેલા ઘરાક છે, તે પહેલાજ ઘરાક છે એટલું જ નહિ પરંતુ તે શ્રીજિનેશ્વર દેવેની આજ્ઞાના મૂળ ગ્રાહક છે. આચાર્ય મહારાજાઓએ શું કાર્ય કરેલું છે તે ધ્યાનમાં રાખે. તીર્થકર મહારાજાઓએ જે દેશના આપી છે તે સઘળાને રિપોર્ટ લેવાનું કાર્ય આચાર્યોના હાથમાં છે. તીર્થકર મહારાજાએ જે અમૂલ્ય દેશનાઓ આપી હતી તે દેશનાઓને સંપૂર્ણ રિપિટ તેજ બાર અંગ અને ચૌદ પૂર્વની રચના સમજી ૯. તીર્થકર મહારાજાઓએ તે સમવસણમાં દેશના દીધી હતી, તે દેશનાને સૂત્ર તરીકે રચનાર, તેને ગેઠવનાર અને તેને પ્રવર્તાવનાર આચાર્યો છે અને એટલાજ માટે આચાર્યોને ઉપકાર એ ન વર્ણવી શકાય એવી ચીજ બની છે. આચાર્ય ભગવાનેએ જે સૂત્રરચના ન કરી હોત તે વિચાર કરો કે જગતની શી દશા થાત ? પ્રકાશ જાય છે ત્યારે સાધારણ અંધારા કરતાં પણ વધારે ગાઢ અંધારું થઈ જાય છે, તેજ પ્રમાણે જે આચાર્યો ન હોત તો તીર્થકર ભગવાનના ગયા પછી આ જગતમાં ઘોર અંધારૂં જ પ્રવતી ગએલું હેત સમવસરણમાં તીર્થકરેએ પ્રવચને તે કર્યા; પણ તે પ્રવચનમાં જે લોકો આવ્યા ન હતા તેમનું શું? બીજા દેશવાળાઓને એ અમૂલ્ય લાભ કેવી રીતે મળ્યો હોત? આ સઘળો લાભ મેળવી આપનારા આચાર્યો છે.