________________
૮
૦
સિદ્ધચક્ર માહાત્મ્ય
ભવ્યજીના ઉપકાર માટે શ્રીપાળ મહારાજાના જીવનચરિત્રની રચના કરીને શ્રીપાળ મહારાજાની સત્તા, સાહ્યબી, સાધન, સમૃદ્ધિ આદિ વર્ણવે છે, પરંતુ એ વર્ણનમાં કારણ અથવા હેતુ શે સમાએલો છે તે તરફ આપણું ધ્યાન ન ખેંચાય ત્યાં સુધી આપણે સાંભળેલા શ્રીપાલ મહારાજાના ચરિત્રને આપણે જે જોઈએ તે લાભ લીધે નથી એમજ ગણાય. ખેડુત કારતક મહિને ગાડું લઈને ખેતરમાં જાય છે, પણ તેનું ગાડું લઈને ગએલું સાર્થક ત્યારે છે કે, જે તેણે આગલા ચોમાસામાં પરિશ્રમ લીધે હોય તે જ; નહિ તે નહિ! કાર્યની ઈચ્છા રાખનારે કારણ ઉપર ધ્યાન આપવાની પહેલી જરૂર છે. જે તેઓ કાર્યની ઈચ્છા રાખે, તે તેમણે કારણ પણ મેળવવાનું જ રહ્યું; કારણ કે કાર્ય કારણથી જ મળે છે. કારણ વગર કાર્ય થતું નથી. શ્રીપાળ મહારાજાના ચરિત્રમાં વર્ણવેલી સત્તા, સમૃદ્ધિ, એ કાર્ય છે; પરંતુ એ કાર્યનું કારણ શું છે તે ધ્યાનમાં લેવાની પહેલી જરૂર છે. આરાધના એ ઉપલી સઘળી ઋદ્ધિસિદ્ધિનું કારણ છે, ત્યારે એ ઋદ્ધિ તરફ દષ્ટિ રાખતાં પહેલાં આરાધના તરફ દષ્ટિ રહેવી જ જાઈએ. ગમે તે દષ્ટિએ આરાધના થાઓ, તે પણ તે કર્તવ્ય છે.
આરાધનાને પરિણામે માત્ર ઋદ્ધિ તરફજ લક્ષ હેય એ જરૂરી નથી; આત્માની મહત્તા શું, આત્માનું સાચું સ્થાન કર્યું, તે રોકનાર કેણ છે, ઈત્યાદિ બાબતેનું જેને જ્ઞાન નથી તેવા જ આત્માઓની દષ્ટિ આરાધનાને પરિણામે ઋદ્ધિસિદ્ધિ તરફ રહે છે, પરંતુ ઋદ્ધિસિદ્ધિની ઈચ્છા રાખો, છતાં તેને