________________
૮૮
સિદ્ધચક્ર માહાસ્ય
બીજાને બીજીજ બાટલીમાંથી દવા આપે છે ! પાંચ દિવસ એકજ દવા આપવાથી રોગ નથી મટતે ત્યારે છઠ્ઠા દિવસે બીજીજ દવા આપે છે અને તેથી આરામ થાય છે ! ત્યારે હવે વિચાર કરે કે દાક્તરે જે દવા છઠું દિવસે આપી તેજ દવા આપવાનું તેને પહેલે જ દિવસે મન કેમ ન થયું વારૂ ? આવા સંગમાં તમારે કર્મની હસ્તી માનવી જ પડશે ! એકજ મહોલ્લામાં રહેનાર એકજ જાતના બે ગૃહરને છોકરે કરી હેય, બંને રૂપગુણમાં સમાન હેય અને લગ્નને યોગ્ય હોય છતાં તેમના લગ્ન નથી થતાં અને અમદાવાદને છોકરો સુરત પરણે છે અને ભરૂચની છોકરી વડેદરે વળે છે; એનું શું કારણ ? બે માણસો સાથે બહાર જાય છે, રસ્તામાં વિજળી પડે છે, એકને બાળી નાખે છે અને બીજો સહિસલામત રહે છે ! આવા સંગમાં તમે વિચારી જુઓ કે કર્મ ન માનશે તે શું માનશે ? આ સઘળાની વિચારણા કરી જતાં આપણને એજ વાત કબુલ રાખવી પડે છે કે પરમ પ્રકૃષ્ટ દશાનું ફળ મેળવીએ છીએ તેનું કારણ કર્મ છે, અને તેથી જ આપણે એ કર્મની સાથે સંગ્રામ માંડ એજ મટી આવશ્યક વસ્તુ બને છે. આત્મકલ્યાણની દિશામાં આ કર્મને જ સામને કરવાનું છે. કમને સામને કરે એનું જ ખરેખરૂં નામ ધર્મ છે. ધર્મની આ સાચી અને સુંદરમાં સુંદર વ્યાખ્યા છે. ધમને પંથે આગળ શી રીતે વધાશે ?
કર્મની સામે વિગ્રહ કરવાની તમારી ઉત્કંઠા જેટલી