________________
સિદ્ધચક્ર માહામ્ય
ગણપદે હોવાથી તેણે રાજવાદને મુખ્ય બનાવી કર્મવાદને ગૌણ બનાવવાનું ચગ્ય માન્યું ન હતું. જે મયણાદેવીએ કર્મ વાર મુખ્ય છે તેને ગૌણ બનાવ્યો હોત, અને રાજવાદ ગૌણ છે તેને મુખ્ય બનાવ્યા હતા તે અર્થ પાઘડી પગે બાંધીને જેડા માથે મૂકવા જેજ થાત ! કર્મના ફળમાં રાજા પણ કારણ છે જ, પરંતુ રાજા એ સહકારી કારણ છે, તે કાંઈ મુખ્ય કારણ નથી. એટલે રાજાના પ્રતાપનું અથવા ઉદ્યમવાદનું સીધું પરિણામ તે ફળ છે એમ આપણે કહી શકતા નથી. ફળ હંમેશાં સહકારી કારણો દ્વારા ઓળખાતું નથી. જમીનમાં તમે ઘઉંને દાણું નાંખો. આ જાણે સ્વયં પિતાની એકલાનીજ શક્તિએ એકલાનાજ આધારે નવપલ્લવિત થઈ અંકુર રૂપ બનતું નથી. જમીન, પાણી, હવા, પ્રકાશ અને બીજ આ પાંચને જ્યારે સહરોગ થાય છે ત્યારે એ પાંચેના સહકારપૂર્વક જ અંકુર થાય છે; છતાં એ અંકુરને આપણે પાણીને અંકુર, પૃથ્વીને અંકુર, હવાને અંકુર કિવા પ્રકાશને અંકુર કહેતા નથી; પરંતુ એ અંકુર ઘઉંના અંકુરને નામે ઓળખાય છે. ઘઉને અંકુર એ કાર્ય છે. ઘઉનું બીજ એ મુખ્ય કારણ છે અને પૃથ્વી આદિ તેના સહકારી કારણ છે, પરંતુ અંકુરને સહકારી કારણનું નામ ન મળતાં મુખ્ય કારણનું જ નામ મળે છે. તે જ પ્રમાણે કર્મ, આત્મા, ઉદ્યમ, સ્વભાવ અને ક્ષેત્ર એ પાંચે કારણ જ્યારે ભેગા થાય છે ત્યારે કાર્ય સંભવિત છે; પરંતુ, ઉદ્યમ, ક્ષેત્રાદિ ગૌણ અથવા સહકારી કારણ હોવાથી કાર્ય એ ઉદ્યમવાદનું જ સીધું પરિણામ છે એમ ગણી શકાતું નથી. અંકુર એ બીજ