________________
આચાર્યપદ
બનાવવા એ કર્તવ્ય છે; પરંતુ દ્રવ્યક્રિયાજ તેડી પાડવી એ વાસ્તવિક નથી. આ ઉપરથી એકજ નિશ્ચય તરી આવે છે કે નવપદ આરાધના તથા બીજી બધીજ ધાર્મિક કારણું એ કરણીય તે જરૂર છે જ, પરંતુ તે રેકવા લાયક તે નથી જ નથી ! સિદ્ધચક એટલે સર્વસ્વ, - હવે સિદ્ધચક્ર એટલે શું તેને વિચાર કરે. સિદ્ધચક્ર એટલે નવપદને સમુદાય અને નવપદે તે તમામ પદાર્થોને સમુદાય છે; એટલે ભૂમિતિની દષ્ટિએ કહીએ તે એમજ બેલાય કે સિદ્ધચક્ર એટલે સર્વસ્વ ! હવે એ નવપદેને જરા વિસ્તારથી વિચાર કરો. નવે પદનું એકેક પદ શું છે તે જુઓ. એ દરેક પદમાં સર્વકાળની તેવા પ્રકારની સઘળી આરાધ્ય વ્યક્તિઓને સમાવેશ થઈ જાય છે. અરિહંત એટલે કેણ? આપણે અરિહંતેને આરાધીએ છીએ, તીર્થકરોને આરાધીએ છીએ, પરંતુ અરિહંત કે તીર્થંકર નામની કઈ સ્વતંત્ર વ્યક્તિ છે? નહિજ ! જેમ પિરવાડ, ઓસવાળ એવી ન્યા છે, તે જ પ્રમાણે તીર્થકર કિંવા અરિહંત એ પણ એક સમષ્ટિ છે. અર્થાત્ નવપદમાંનું અરિહંતપદ એટલે જગતના થએલા, થતા અને થનારા બધા જ અરિહંતે તેમાં આવી જાય છે. એ જ પ્રમાણે સિદ્ધપદને માટે પણ સમજી લેવાનું છે. કર્મોને ખપાવીને જે સિદ્ધ થયા છે તે અનંતા સિદ્ધો બધાજ સિદ્ધપદમાં આવી જાય છે. અરિહંત અને સિદ્ધોના પદે મૂક્યા પછી ગુસ્તત્વ આવે છે.