________________
'?
આચાર્યપદ થાય તે બંધ તે નજ કરી શકાય ! આરાધનાજ જે બંધ કરી દેશે તે પરિણામ એ આવશે કે દુર્ગતિની જ આરાધના થશે અને આત્માની પ્રવૃત્તિ વિષયકષાયને અંગે જ ઉતરી પડશે. એક સાદું ઉદાહરણ લે. ધારો કે એક માણસને ઉધરસ થઈ છે. તેને દાક્તરે તેલ, મરચું ખાવાની ના પાડી છે, પરંતુ આ માણસ સ્વાદેન્દ્રિયને એ દાસ છે કે તે પરેજી પાળી શકતું નથી. છેવટે કંટાળીને તે સાધુ પાસે આવે છે અને તેલ, મરચાંના પચ્ચખાણ માંગે છે! તે આવા સંગમાં સાધુએ તેને પચફખાણ આપવા કે તે ન આપવા ? એક જુઠું બેલનારો છે, બીજે મદ્યપી (દારૂડીયો) છે, ત્રીજે વેશ્યાવિહારી છે, આ સઘળા અનુક્રમે એમ ઈચ્છતા સાધુ પાસે આવે છે કે હું સાચાબેલ થઈશ તે મને વધારે કામ મળશે અને પિસા મળશે, દારૂને ત્યાગ કરીશ તે દ્રવ્ય બચશે અને બ્રહ્મચર્ય પાળીશ તે આરોગ્ય વધશે ! હવે વિચાર કરે કે આ ત્રણે માણસે પૌશૈલિક ધ્યેય રાખે છે અને તેઓ સાધુ પાસે આવીને જુઠું ન બેલવાના, મધના અને વેશ્યાવિહારના પશ્ચફખાણ માંગે છે, તે સાધુએ શું તેને પચ્ચખાણ ન આપવા ? શાસ્ત્રોની આજ્ઞા સ્પષ્ટ છે.
શાઓની ખુલ્લેખુલ્લી આજ્ઞા છે કે આવા સંગમાં પણ પચ્ચક્ખાણ તે જરૂરજ આપી શકાય, પરંતુ અલબત્ત તેની સાથે એટલી ફરજ ખરી કે પચ્ચખાણ લેનારાને જે પૌગલિક અભિલાષ છે તે સુધારવાને અને તેને સિદ્ધ