________________
આચાર્યપદ
૮૧ સારૂ પણ આરાધના તે કરવી જ પડે છે. જે આત્મા નવપદની આરાધના આદરતા નથી અને માત્ર શુષ્ક રીતે ઋદ્ધિસિદ્ધિ તરફ દષ્ટિ રાખે છે તેની ઋદ્ધિસિદ્ધિ મેળવવાની ઈચ્છા પણ વ્યર્થ થાય છે. ત્યારે હવે પ્રશ્ન એ ઉભે થાય છે કે સિદ્ધત્વના લયપૂર્વક જે આરાધના થાય છે તે તે જાણે કે કર્તવ્ય જ છે; પરંતુ ઋદ્ધિસિદ્ધિની આશાપૂર્વકની આરાધના હોય તે તે આરાધના માનવી કર્તવ્ય ખરું કે નહિ? પ્રશ્નનો ઉત્તર તદન સરળ છે. દરદી આરોગ્ય મેળવવાની આશાપૂર્વક ઔષધ ખાય કે બળ મેળવવાની ઈચ્છાપૂર્વક ઔષધ ખાય; પરંતુ દરદીને દવા ખાવી એ કઈ પણ સ્થિતિમાં કર્તવ્ય જ છે. તે જ પ્રમાણે કઈ પણ દષ્ટિએ આરાધના થાય, છતાં તે આરાધના જરૂર કર્તવ્ય રૂપે જ છે. આરાધના કેઈ પણ દષ્ટિએ થાઓ, કોઈ પણ વિચારે થાઓ યા કેઈ પણ આશાએ થાઓ ! પરંતુ એ સઘળી આરાધના કર્તવ્યરૂપ તે છે જ, પરંતુ સિદ્ધત્વની અભિલાષાપૂર્વકની આરાધના અને ઋદ્ધિસિદ્ધિની આશાપૂર્વકની આરાધના, એ બેમાં અમુક તફાવત છે; એ તફાવત તરફ ધ્યાન આપવાની જરૂર છે. દ્રવ્યઆરાધના અને ભાવઆરાધના.
ઋદ્ધિસિદ્ધિની આશાપૂર્વકની જે આરાધના થાય છે તે સઘળી આરાધના દ્રવ્યઆરાધના અર્થાત્ દ્રવ્યક્રિયામાં ગણાય છે અને સિદ્ધત્વની ભાવનાપૂર્વકની જે આરાધના થાય છે તે આરાધના ભાવ આરાધના અથવા ભાવક્રિયા કહેવાય છે. આ બંને પ્રકારની આરાધનામાં શ્રેષ્ઠ ક્રિયા કઈ