________________
૭૮
સિદ્ધચક્ર માહાસ્ય
ધ્યાન આપજે. શ્રીપાળમહારાજાએ નવપદનું આરાધન કર્યું તે તેને અંખડ રાજલક્ષમી મળી, માટે મને પણ શ્રી સિદ્ધ મહારાજની આરાધના દ્વારા સંપત્તિ સંતતિ મળજે એ જે હેતુ લક્ષમાં આવી ગયે તે એ સિદ્ધ મહારાજની આરાધના સર્વથા નિષ્ફળ છે. સિદ્ધ ભગવાનની આરાધના વખતે એવુંજ અમૂલ્ય સિદ્ધપદ મેળવવાને અંતરમાં હેતુ હવે જોઈએ. એ હેતુ એજ ભવ્ય આત્માની પુંજી છે. એ રીતે અરિહંત અને સિદ્ધના બે પદ નવપદમાં ગણાય છે. દેવપદો કહ્યા, હવે કેશુ?
અરિહંત અને સિદ્ધ એ બંને જવાહિર ! બંને અખૂટ રત્ન ! બંનેની કિંમત આંકવા માગીએ તે અંકાય જ નહિ; પરંત તે છતાં એ બંનેની સાથે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને પણ આલંબન માટે જોડવા જ રહ્યા. સમજી હત્યા કે જંગલમાં એક રત્નથી ભરેલે બંગલે છે. બંગલામાં અખૂટ સમૃધિ ભરેલી છે. તેમાં નાનાવિધ દિવ્ય વસ્તુઓ છે. પરંતુ જે એ બધી સંપત્તિ જંગલની જંગલમાંજ રહેતી હોય તે એ વસ્તુઓની કાંઈપણ કિંમત નથી. તેજ પ્રમાણે સિદ્ધપદ અને અરિહંતપદ પણ એ અંધારામાં જ રહે; તે એની પણ કાંઈ કિંમત નથી. રનની કિંમત તે લેવડદેવડમાં વપરાય તે સમયે જ છે, તેજ પ્રમાણે અરિહંતપદ અને સિદ્ધપણાની કિંમત પણ તે લેવડદેવડમાં એટલે તેને વ્યવહારમાં પોઈએ ત્યારેજ છે. સિદ્ધ અને અરિહંતપણાને વ્યવહારમાં લાવનાર, તેને સર્વકાળમાં, સર્વ દેશમાં પ્રવર્તાવનાર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તેથી બે દેવપદે મૂક્યા પછી તેમનું સ્થાન આવે છે અને એ પણ આરાધ્ય-અવલંબન લેવા ચગ્ય માનવામાં આવ્યા છે.