________________
૫૮
સિદ્ધચક્ર માહામ્ય
વાની જ હતી. આપણને એ દેવી આંખે આવવાને કંઈ ભરોસે નથી, ત્યારે આપણે શું કરવું ? બેસી જ રહેવું? ના! એને માટેજ આપણું આગળ આગમરૂપી લાકડી તૈયાર છે અને એ આગમપી લાકડીને આધારેજ આપણને આત્માને માર્ગે આગળ વધવાનું છે. એ રીતે એ આત્માની સ્થિતિ લક્ષમાં લેવાની છે અને જ્યારે આત્માની સ્થિતિ લક્ષમાં આવે છે ત્યારેજ ત્યાં ભવ્યપણાની છાપ લાગે છે. આત્માની સ્થિતિ વિચારે.
આત્માની સ્થિતિ જે લક્ષમાં ન આવે અને કદાચ શુદ્ધ દેવાદિકની ઉપાસના ચાલુ હોય, તે તેથી ભવ્યતાની છાપ નિષ્પન્ન થતી નથી એ વસ્તુ વારંવાર ગોખી ગોખીને યાદ રાખવાની છે. આપણે શ્રીપાળ મહારાજાનું ચરિત્ર સાંભળીએ છીએ, પરંતુ તે સાંભળ્યા છતાં આપણી દષ્ટિ ક્યાં જાય છે? એ વિચાર કરનાર કેટલા છે કે મહારાજા શ્રીપાળે નવ પદના અવલંબનથી પરમસિદ્ધિ પ્રાપ્ત કરી તેવી આત્મિક પરમસિદ્ધિ પ્રાપ્ત કરવી એજ મારું ધયેય છે ! અને એવા વિચાર કેટલાક કરે છે કેઃ “ઓહો ! મહારાજા શ્રીપાળે નવપદના આલંબન દ્વારા કેવી અપાર ઐહિક સિદ્ધિ મેળવી લીધી ! બીજા પ્રકારને વિચાર કરનાર વર્ગ વિશાળ છે; પરંતુ એ વિચાર કરનારા જાણતા નથી કે ભાઈ, એ એહિક સમૃદ્ધિ એ તે ઘાંચણે માગી આણેલે દાગીને છે! કોળી, દુબળા, ઘાંચી, ગેલાના છોકરા વરઘેડે બેસતી વખતે હજારેના દાગીના પહેરે છે, પરંતુ તેને માટે તેમને અભિ