________________
સિદ્ધપદ
'૭૩
મૂલ્યવાન માને છે ? નહિ ! ઝાડ મૂલયવાનું છે પરંતુ તે તેના ફળદ્વારાએ મૂલ્યવાન છે, અન્ય રીતે નહિ; છતાં માળીઓ ઝાડ વાવે છે. એ જ પ્રમાણે શ્રી અરિહંતપણું એ વૃક્ષરૂપ છે અને વૃક્ષનું ફળ તેનું પરિણામ તે સિદ્ધપણું છે. આથી શ્રી સિદ્ધત્વના ફળને માટે શ્રી અરિહંતપણારૂપ વૃક્ષની આવશ્યકતા છે. સિદ્ધત્વ એ કાયમનું સ્થળ.
સિદ્ધપણું એ અરિહંતપણું કરતાં માલ બેશક ઉંચે છે; પરંતુ તે માલ નીકળે છે કયાંથી? તે કહે કે અરિહંતપણુમાંથી. અરિહંતપણું એને કારખાનું ફેકટરી સમજી લે, અને સિદ્ધપણું એ તે કેકટરીમાંથી તૈયાર થતે માલ રાખવાનું સ્થળ સમજે. હવે તમારા ખ્યાલમાં આવશે કે સિદ્ધપણામાં મહત્ત્વ વધારે, છતાં જેમ ગડાઉન કરતાં માલ નિપજાવનારા કારખાનાની કિંમત વધારે છે, તેમ સિદ્ધપણા કરતાં લૌકિક દષ્ટિએ પણ અરિહંતપણાનું સ્થાન જ પહેલું છે. આત્માની સિદ્ધિ, આત્માની મહાનતા, આત્માનું સ્વત્વ એ પ્રકટ કરનારું સ્થાન તે અરિહંતપણું છે અને એ અરિહંતપણાથી જે માલ રૂપી આત્મહત્ત્વની પ્રાપ્તિ થાય છે તેને ચીરંજીવી બનાવવાનું સ્થળ તે સિદ્ધપણું છે. આમ અનેક રીતે તપાસતાં માલમ પડે છે કે સિદ્ધપણું વધારે કિંમતી અને વધારે મહાન હેવા છતાં અને અરિહંતપણું તેનાથી એ છે દરજે હાવા છતાં જગતમાં વધારે મૂલ્યવાનું વધારે ઉપયોગી અરિહંતપણું છે અને તેથીજ પહેલાં નમે અરિહંતાણમ કહીને પછી નમે સિદ્ધાણમ એમ કહ્યું હોય તે કેવળ વાસ્તવિક જ છે.