________________
સિદ્ધચક માહાસ્ય છે; તેજ પ્રમાણે શ્રી સિદ્ધત્વની પ્રાપ્તિ એ શ્રી અરિહં તેને લીધે જ છે. તેથીજ નમો અરિહંતાણું એ પહેલાં આવે છે. વ્યવહારના પણ શબ્દપ્રયોગ જુએ “ભાપ બેટ” “મા દીકરી” “શેઠ વાણેતર.” આ બધા શબ્દપ્રયોગમાં જેનાથી પ્રાપ્તિ છે તે શબ્દ પહેલે આવે છે અને જે વસ્તુની પ્રાપ્તિ છે તે શબ્દ બીજે આવે છે. તે જ દશા તમારે અહીં પણ સમજી લેવાની છે. શ્રી અરિહંતથી સિદ્ધત્વની પ્રાપ્તિ છે માટે સિદ્ધત્વ પહેલું નહિ પણ શ્રી અરિહંત કે જે મેળવી આપનાર છે તે પહેલાં અને જે મળવાની ચીજ છે તે પછી આવે છે. અરિહંત એ કમાણીનું સ્થાન,
સિદ્ધપણાની પ્રાપ્તિ થવાની અરિહંત દ્વારા જ એને ખ્યાલ રાખવાનું છે. નદીમાં સામે કાંઠે જવાનું છે. વહાણ લાવીએ છીએ અને સામે કાંઠે ઉતરીએ છીએ. અહીં ધ્યેય શું છે ? સામે કાંઠે ઉતરવાનું. સામે કાંઠે એ મૂલ્યવાન છે, કિંમતી છે; પરંતુ ત્યાં જવા માટે અવલંબન તે હેડીનું જ લેવું રહ્યું. તે જ પ્રમાણે સિદ્ધત્વ મહાન કિંમતી, પરંતુ તે પ્રાપ્ત કરવામાં આશ્રય તે શ્રી અરિહતેને જ લે રહ્યો. શ્રી અરિહંત ભગવાન એ કમાવાની બજાર છે, કમાણીનું ક્ષેત્ર છે, એ ક્ષેત્રમાં જે કાંઈ કમાણી થાય તે સાચવવાનું સ્થાન કયું ? તે કહે કે સિદ્ધત્વ. પણ એ સિદ્ધત્વ સમજાવનાર કેશુ? સિદ્ધત્વ છે એ પહેલાં જાણનાર કેશુ? પિતે જાણીને સંસારીને સમજાવનાર કોણ ? શ્રી અરિહંત મહારાજ તેિજ, બીજું કોઈ નહિ ! ઝાડને તમે ઝાડ તરીકે