________________
१४
સિદ્ધચક્ર માહામ્ય
જાય છે અને એને અંત આવે છે તે પણ હંમેશને માટે જ આવે છે. છેવટની સત્તા કોની ?
પુદગલોની સત્તામાંથી જીવાત્માને સદાને માટે દૂર રાખવાની સત્તા અરિહંત ભગવાનમાં નથી; એ સત્તા તે સિદ્ધ ભગવાને માંજ છે. આપણે જેમ સિદ્ધ ભગવાનના ઘરાકે છીએ; તેજ પ્રમાણે અરિહંત મહારાજ એ પણ સિદ્ધ ભગવાનની ઓફિસના એક ઘરાક છે. જેમ આપણી ઉમેદવારી છેલ્લી સિદ્ધપણા માટે છે; તેજ પ્રમાણે અરિહંત ભગવાનની પણ છેલ્લી ઉમેદવારી તે સિદ્ધપણા માટેજ છે. અરિહંત ભગવાન પણ સિદ્ધપદના ઉમેદવાર છે; તેટલાજ માટે દીક્ષા લેતી વખતે અરિહંત ભગવાન “નમે અરિહંતાણું બેલતા નથી પરંતુ “સિદ્ધાણં નમે ” કીચ્ચા અર્થાત્ નમસ્કાર હો એ શબ્દોચ્ચાર કરે છે. સિદ્ધપદ એ મુખ્ય સ્થાન છે. આગળ વધીને ભાષાના લાલિત્યને વિકાસ કરતાં તમે એમ પણ કહી શકે છે કે સિદ્ધ ભગવાન એ વકીલ છે અને અરિહંત ભગવાને તેમના અસીલ છે. તમે દેવ ગુરુ ધમની સેવા ભવ્યપણા સહિત કરી અને જોઈએ તે એક જમે યા અસંખ્ય એ તમે જે મેળવ્યું તે સદાકાળને માટે તમારે પિતાનું બની રહે એવું તમારે માટે રજિસ્ટર કરી આપનારું સ્થાન તે સિદ્ધત્વ છે. જીવાત્માએ કેવળજ્ઞાન આદિ રત્ન મેળવી લીધા, એ સઘળું તેને નામે કાયમ થાય, એ વસ્તુઓ કદી પણ તેની પાસેથી દૂર ન જાય એવી રીતે તે રજિસ્ટર કરવાનું સ્થાન સિદ્ધ ભગવાન છે.