________________
સિદ્ધપદ
૬૩ નહિ નાખી શકે. એવી જગ્યા હોય તે જ અરિહંતેને આરાધીએ તેની મહત્તા છે; એ મહત્તા સિદ્ધપદ છે. જે એવું સ્થાન ન હોય કે જે સ્થાનમાં ગયા પછી ત્યાંથી અઢારે દેષ, જરા, મરણ, વ્યાધિ કેઈનીજ સત્તા ચાલી શકતી નથી તે અરિહંત મહારાજને આરાધીએ તેનું કાંઈ મૂલ્ય નથી. સિદ્ધપદ એટલે અખંડ આનંદ !
અઢાર દે, જરા, મરણ, દુઃખ એ સઘળાને તેમની સાથે વારંવાર યુદ્ધ કરીને પણ પછી જે એને તાબેજ થવાનું હોય તે તે તેમની સાથે સંગ્રામ કરે, માર ખાવે અને પછી માર ખાઈને તાબે થવું એ શા કામનું ? એ રીતે માર ખાઈને તાબે થવા કરતાં તે પહેલેથી જ તાબે થવામાં વધારે શ્રેષ્ઠતા છે. ત્યારે શું એવું કઈ સ્થાન છે કે જ્યાં ગયા પછી જરા, મરણ, વ્યાધિ કેઈને પણ ઉપદ્રવ નહિ જ નડે? તે એ સ્થાન તે સિદ્ધપણું છે. તીર્થંકર મહારાજાએ પણ ઉદ્યમ કરે છે તે એજ સ્થાનને માટે કરે છે! ત્યારે સિદ્ધપણને જગતની કઈ ચીજ સાથે ઉદાહરણ તરીકે ઓળખાવી શકાય ? માની લો કે રજિસ્ટર્ડ ઓફિસ છે. જેમ રજિસ્ટર્ડ ઓફિસમાં તમારે નામે ચઢેલી ચીજ કેઈ બીજાને મળી શકતી નથી, તેજ પ્રમાણે સિદ્ધપણાની ઓફિસમાં એ વાત નકકી થાય છે કે સિદ્ધપણું પામ્યા પછી તમારે જન્મ, જરા, મરણ વગેરે કાંઈ પણ ભેગવવું ન પડે. સંસારનું લેપન અને પુગલોની પીડા રજીસ્ટર્ડ ઓફિસરૂપી સિદ્ધપણામાં પગ મૂક્યો કે ખલાસ થઈ