________________
સિદ્ધપદ
કે ભીખ ! આ સ્થિતિ આપણી પણ ન આવે તે સંભાળવાનું છે. તમે દેવ, ગુરુની સેવા કરે છે, તેની ભક્તિ કરે છે, પરંતુ એ બધાને અંતે આપણું સાધ્ય તે સિદ્ધત્વજ લેવું જોઈએ. રોગી દવા ખાય છે ત્યારે તેનું ધ્યેય શું હોય છે ? આરેગ્ય. તેજ પ્રમાણે આપણે સઘળું કરીએ, પરંતુ તે બધાને અંતે આપણું યેય તે સિદ્ધત્વજ હોવું ઘટે. સિદ્ધત્વને ધ્યાનમાં રાખ્યા વિના જે આપણે બધું કર્યા જઈએ તે આપણું દશા ભિખારીની છે. અરિહંતે કેને ઉપાસે છે?
હવે ભવ્ય અભવ્યની સ્થિતિ પુરતી રીતે તમારા ખ્યાલમાં આવવી જ રહી. જેને અતિમ ધ્યેય આ સિદ્ધત્વ છે તે ભવ્ય છે અને જેનું એ અંતિમ લક્ષણ નથી તેને ભવ્યની છાપ આપી શકાતી નથી. જે કઈ અરિહંતે તત્વને સેવે, તેવા તત્વનું કથન કરે, અરે આગળ વધીને અરિહંતેના સાધુ ધર્મનું પણ સેવન કરે; તે છતાં જે લક્ષય સિદ્ધત્વ ન હોય તે તેને ભવ્યત્વની છાપ મળી શકતી જ નથી, આવા આત્માઓને માટે ભગવાન શ્રી અરિહંત નકામા છે. શ્રી અરિહંત ભગવાનનું ધ્યેય શું ? સિદ્ધત્વ! તેઓ પોતે સિદ્ધત્વ યાચે છે. જગતના સઘળા જીને સિદ્ધત્વની પ્રાપ્તિને માટે તેમને ઉદ્યોગ છે; છતાં જે એ ઉદ્યોગના હેતુને જ ન સમજી શકે તે શ્રી અરિહંત ભગવાનને જ સમજી શક્યો નથી એમ બેશક કહી શકાય. ત્યારે જે અભવ્ય જીવે છે તેનું શું ? આવા અભવ્ય જી પણ શ્રી અરિહંત ભગવાનના ઉપાસક છે, તેઓ