________________
સિદ્ધપદ
લૂટદ્વારા મેળવેલું બધું ઓહિયાં કરી જવાનેજ હોય તે પછી એ મેળવેલાની કિંમત પણ કેટલી અને એ મેળવવાને તૈયાર પણ કેણુ થાય? સિદ્ધત્વ એ એવું અમૃતમય સ્થાન છે કે જ્યાં ગયા પછી જન્મ, જરા, મરણ કઈ પણ ચીજ આત્માને સ્પર્શ પણ કરી શકતી નથી. સિદ્ધત્વ એ અમૃતસ્થાન છે. કાળ સર્વભક્ષી છે; આજે થએલી ચીજને કાલે કાળ ખાઈ જાય છે, પરંતુ સિદ્ધત્વની આગળ કાળની પ્રભુતા પણ ચાલતી નથી. સિદ્ધપણું કાળને પણ ખાય છે.
તમને આજે વીંછીને ડંખ થાય તે આજે તેનું સ્મરણ રહેશે, પરંતુ આવતીજ કાલે એ મરણ ઝાંખુ બની જશે અને પછી જેમ જેમ દિવસે જતા જશે તેમ તેમ એ સંમરણે કાળ ચાવી ખાતે જશે. સિદ્ધપણું એવી ચીજ છે કે તેને કાળ પણ ખાઈ શકતું નથી! વર્ષોના વર્ષો વહી જાઓ ! યુગ બદલાએ ! પણ સિદ્ધ તેવાને તેવાજ; કશે પણ ફેરફાર તેમનામાં થવાને નથી. જેમ અંનતાજ્ઞાનવાળા કેવળજ્ઞાનીના જ્ઞાનને કઈ પણ દિવસ નાશ થઈ શકતું નથી, તેજ પ્રમાણે સિદ્ધત્વને નાશ પણ કઈ દિવસ થતું નથી. વર્ષો જાય પણ એ પદને જુનાપણું પણ આવતું નથી; એવું એ અમર પદ છે. કાળની સર્વભક્ષી શક્તિ ત્યાં હણાઈ જાય છે, એટલું જ નહિ પણ સિદ્ધ કાળને પણ નાશ કરે છે અર્થાત જગ– તમાં અજરામર એવી જે કઈ ચીજ હોય તે તે જેનશાસને કહેલું સિદ્ધપણું છે. આખા જગતને માટે જૈનશાસને દર્શાવેલો એ છેવટને કાર્તિકળશ છે.