________________
સિદ્ધપદ
૬
ગુરૂ, ધર્મ એ સઘળા આત્માને આત્મપણું પ્રાપ્ત કરાવવા માટે જરૂરી છે એમ જાણીને જ્યારે દેવ, ગુરુ, ધર્મની સેવા થાય અને લક્ષ્ય આત્માની ઉન્નતિનું હોય ત્યાં જ ભવ્યપણાની મહોર મરાય છે. એટલા માટેજ શ્રી જિનેશ્વર દેની આરાધના જરૂરી માની છે ! એકજ ઉદાહરણ છે. મહાવીર મહારાજની આરાધના શું આપણે એટલા માટે કરીએ છીએ કે તેમના પિતા એક મહાશક્તિશાલી મહારાજા હતા ? નહિ જ. તીર્થકર મહારાજાએ અઢાર દેશને દોષ તરીકે જાણનારા હતા, તેને સંસારને જણાવનારા હતા, અને પિતે એ દેથી મુક્ત હતા એટલે તે માટે જ આપણે એ પરોપકારી તારકદેવેને આરાધીએ છીએ. તેઓ એ અઢાર દેને કાઢનાર છે એની આપણને ખાતરી છે એટલાજ માટે તેમની આરાધના એ આપણું કર્તવ્ય બન્યું છે. અંતિમ સ્થાન કર્યું ?
જગતમાં અઢાર દેનું મહાચક્રવતી રાજ્ય પ્રવતેલું છે; આ મહારાજ્યની સત્તા અખૂટ અને અપરંપાર છે. તેને કઈ શક્તિ અઢાર કેડાછેડી સાગરોપમ સુધી રોકનાર ન હતી, આવા મહારાજ્યની ચકવતી સત્તા પણ તીર્થકર નામ સાંભળે છે ત્યાં પૂજે છે ! આત્માની વૃત્તિ એવી થવી જોઈએ કે અરિહંત ભગવાનની સત્તા આવી બળવાન છે; તેટલાજ ખાતર એ દ્વારા હું પણ આત્મપદ પામવાને જ આરાધના કરું છું. આત્માની દઢપણે એવી વૃત્તિ થયેજ છૂટકે છે કે હું એ મહાન તારકને આરાખું છું તેમાં મારી ઈચ્છા પસ મેળવવાની નથી, સ્ત્રી મેળવવાની