________________
G
નવપદની મહત્તા તેનું કહેવું સાંભળશે નહિ.
જેઓ એમ કહે છે કે અમે તે ગુરૂએ જેવું અમને કહ્યું હતું તેવું તમને કહીને છૂટા થઈએ છીએ. બીજી અમારી ફરજ નથી તેવું કહેનારા બેદરકાર ટપાલી છે. ટપાલીને કહે કે ભાઈ ! પારસલ તૂટયું છે ? તે જે જવાબ આપે કે તૂટ્યું તેનું હું શું કરું? તે ટપાલખાતું તેવા બેદરકાર ટપાલીને ઘેર બેસાડે છે. તેવુંજ અહીં સમજી લેજે. જેઓ એમ કહે છે કે અમે તે જેવું અમારા ગુરુ પાસે સાંભળીએ છીએ તેવું જ તમેને કહીએ છીએ; તે તમારા હૃદયમાં જચાવવાની અમારી ફરજ નથી; તેવાની પાસે ઉપદેશ સાંભળવાની વાત માંડી વાળજે. સાધુએ પિતાના ખીસામાંથી ઉપદેશ આપવાને છે એમ કેઈ કહેતું જ નથી. ત્યારે સાધુએ શે ઉપદેશ આપવાને છે ? શાસ્ત્રોમાં જે છે. જિનેશ્વર મહારાજે જે કહી ગયા છે તે જ સાધુને કહેવાનું છે. સાધુએ નવું કલ્પીને યા ખીસામાંથી કાઢીને વહેવાનું નથી જ; પરંતુ શાએ જણાવેલું પણ વક્તાએ હેતુ અને યુક્તિપૂર્વક સાબિત કરી આપવાનું છે. જે કોઈ એમ જણાવે કે શાસ્ત્ર કહેલું જ અમારે કહેવાનું; તે હેતુ અને યુક્તિપૂર્વક તમેને ઠસાવવાનું અમારું કામ નથી. તે સમજી લેજે કે એવા બેલનારને તે બોલવાનેજ કશે અધિકાર નથી, અને એવું સાંભળવું અને તે સાંબળીને કબુલ રાખવું એટલે એ તે મિથ્યાત્વની નીસરણુએ પગલાં માંડવાં જેવું છે. આથી સ્પષ્ટ થાય છે કે હેતુ અને યુક્તિને સ્થાન નથી એવું કહેનારે જિનશાસનને મિત્ર નહિ શત્રુ છે, તેમ કહેવું એ શાસનની