________________
અરિહંત પદ
૪૧ આરાધનાને છે એમ નહિ, હેતુ છે તે કર્મની નિર્જરાને. કમને બંધ શી રીતે થાય છે તે ધમચરણરૂપ નીસરણીને પહેલે પગથીયેથીજ વિચારે. માની લે કે એક મિથ્યાત્વી છે, મિથ્યાત્વી એમ સ્વીકારે છે કે “નવપદજ' સાચા છે અને મોક્ષની પ્રાપ્તિ માટે નવપદનું આરાધન આવશ્યક છે તે સમજી લેજે કે તેના મિથ્યાત્વને અંત આવ્યું છે. હવે આગળ વધે. નવપદનું આરાધન એક વાર આવશ્યક માન્યું છે એટલે તેને માટે મોક્ષમાર્ગને દરવાજો ખુલી ગયા છે. અત્યાર સુધી તે દરવાજો બંધ હતે હવે દરવાજો ખુલે. હવે એ રસ્તે કયાં સુધી જવું છે અને જવાને આરંભ કયારથી કરવાનું છે એ તમારી શક્તિની વાત છે. એ માર્ગે આગળ વધતાં જે ચારિત્ર અને તપ સુધી જાય છે તેને અવિરતિને નાશ પરિણમે છે. કર્મબંધના જે કારણે હતા તે નવપદ આરાધનાને માર્ગે આગળ અને આગળ વધતાં નાશ પામે છે અને જ્યાં કર્મબંધના કારણેને નાશ થાય છે ત્યાં કર્મબંધરહિતતા તે સ્વયં પ્રાપ્ત થઈ જ જવાની એ સ્પષ્ટ છે. પ્રશસ્ત ધ્યાન કર્મનિર્ભર કરાવે છે. એ રીતે પ્રશસ્ત ધ્યાનને માર્ગે આગળ વધતાં કર્મનિર્જરા થાય છે અને તત્પશ્ચાત્ મેક્ષના દ્વાર ઉઘડે છે. આથી સહજ થાય છે કે “નવપઢની આરાધના કરનાર મોક્ષે જાય છે. મોક્ષને માટે નવપદની આરાધના.
જે કઈ પ્રભુસંમિત વાકથી સમજનારા છે તે તે એટલું કહેવાથી પણ તૃપ્ત થશે કે મેક્ષને માટે “નવપદ'