________________
પર
સિદ્ધચક્ર માહાત્મ્ય
મેળેજ તત્ત્વ જાણ્યું અને તેને પામી ગયા એ તેમની કેટલી મહત્તા! અને આટલાજ માટે અરિહંત ભગવાનનું સ્થાન પહેલું છે.
રસાયણ કરતાં રસશાસ્ત્રી જરૂરી છે.
દવા તા જગતમાં ભરેલી હોય છે. તામ્ર અને સુવર્ણ જોઇએ તેટલું ભૂમિમાં છે. પણ જ્યારે રસશાસ્ત્રી એ બહાર લાવી એને વિધિસર મારી એની ભસ્મ બનાવે છે, ત્યારે એ ભસ્મ વ્યવહારમાં આવે છે. હવે કામ કાણુ કરે છે? રાગ-વ્યાધિ કેના સેવનથી મટે છે? જવામ મળશે કે સુવર્ણ અને તામ્રના સેવનથી ! પણ મહત્ત્વ એ તામ્ર સુવર્ણને નથી, પણ રસશાસ્ત્રીને છે કે તે એ વસ્તુને વ્યવહારમાં આણે છે. શરીરના મિત્ર જેમ રસશાસ્ત્રી છે, તેમ અહી' આત્માના રસશાસ્ત્રી તે તીર્થંકર ભગવાના છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન એમણે પાતે જાણ્યા, જાણ્યા એટલુ જ નહિ પણ તે પોતે ચારિત્રદ્વારા પાળ્યા, વ્યવહારમાં આણ્યા. વળી જગતને ખીજાઓને માટે તેમણે એ જણાવ્યા. અનંત વર્ષોંથી મધ રહેલા માક્ષના દ્વાર ભવ્ય જીવને માટે ખેલી નાંખી તેમણે સિદ્ધપદને-મુક્તિપદના ખાલી નાંખ્યા, દરવાજા ઉઘાડી નાંખ્યા. આટલાજ માટે અરિહંત ભગવાનનું સ્થાન નવપદમાં પ્રથમ છે; નવપદમાં પહેલુ સ્થાન અરિહંત રાકે છે તેનું આજ કારણ છે. અસ્તુ ?
મા
*