________________
સિદ્ધચક્ર માહામ્ય આવા કપરા કાળમાં તીર્થકર નીપજ એ કેવી મુશ્કેલ ઘટના છે? આપણે બેલીએ છીએ કે શરીરમાં ધર્મસાધના” ઠીક ! પુત્રની ઈચ્છા હોય તે કોઈ કહેશે કે પત્ની મેળવ. પત્ની પ્રાપ્ત થાય તે પછી પુત્ર જરૂર મળશે. તે આ માણસ પુત્ર જાળવશે કે પત્ની જાળવશે. અર્થાત પ્રધાનતા પુત્રની કે પત્નીની ! એજ પ્રમાણે જે શરીર એ ધર્મનું સાધન હોય તે પ્રધાનતા શરીરની નહિ, પણ ધર્મની જ ગણું શકાય. શરીરની કિંમત ખરી, શરીરનું મહત્ત્વ પણ કબુલ; પરંતુ તે ધર્મને અંગે; સ્વતંત્રપણે નહિ. ધર્મને જાળવનાર શરીર છે માટે તે અંગે શરીરની કિંમત છે. શરીર ધર્મ કરવાને માટે કામ લાગે છે માટે તે અંગે શરીરની જરૂર છે. ધર્મ ધરવાને માટે બાધા ન આવે એવી રીતે શરીર ધરવાનું છે. શરીરનું મૂલ્ય ધર્મથી વધારે ગણવાનું નથી. પણ હવે ભગવાન ગષભદેવજીની સ્થિતિ વિચારે. ધર્મ કરવાનું સાધન જે શરીર તેના પણ ભગવાન રાષભદેવજને સાંસાં હતા. બાર મહિના સુધી શરીરનું સાધન, તે પણ તેમને મળ્યું નહિ. શરીરને સજ્જ કરવા માટે તેમને આહાર પણ મળે નહિ. વિચાર કરો આવા સંયોગોમાં છ છ મહાસમ્રાટેની સામે યુદ્ધ જાહેર કરવું એ કેવી વિકટ વાત છે! શત્રુઓ કેણુ કે?
અને એ છ શત્રુ કેણ? કામ, ક્રોધ મદ, મેહ, લોભ અને દ્વેષ ! આ છ શત્રુઓ એ માનવજીવનના મહાશત્રુ છે અને ધૂળેટીના મહાસમ્રાટ છે. આ અંતરંગ શત્રુ છે. બહારના શત્રુઓની તે ખબર પણ પડી જાય છે કે ભાઈ,